મણીપુરનો video જોઈ ભડક્યા બોલીવુડ સ્ટાર્સ, અક્ષય કુમાર રીચા ચઢ્ઢા સહિતના કલાકારોએ ટ્વીટર પર ઠાલવ્યો રોષ

Akshay Kumar on Manipur Video: દેશભરના લોકો મણિપુરની ઘટનાથી હચમચી ગયા છે. મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાનો વિડીયો આગની જેમ વાયરલ થયો અને આ મામલે દેશભરમાં હોબાળો મચી ગયો. આ ઘટનાની નિંદા દેશની દરેક વ્યક્તિ કરી રહી છે. આ મામલે મહિલાઓ સાથે બરાબરતા કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ દેશના લોકો કરી રહ્યા છે. 

મણીપુરનો video જોઈ ભડક્યા બોલીવુડ સ્ટાર્સ, અક્ષય કુમાર રીચા ચઢ્ઢા સહિતના કલાકારોએ ટ્વીટર પર ઠાલવ્યો રોષ

Akshay Kumar on Manipur Video: દેશભરના લોકો મણિપુરની ઘટનાથી હચમચી ગયા છે. મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાનો વિડીયો આગની જેમ વાયરલ થયો અને આ મામલે દેશભરમાં હોબાળો મચી ગયો. આ ઘટનાની નિંદા દેશની દરેક વ્યક્તિ કરી રહી છે. આ મામલે મહિલાઓ સાથે બરાબરતા કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ દેશના લોકો કરી રહ્યા છે. ત્યારે આ મામલે બોલિવૂડના અક્ષય કુમાર એ પણ ટ્વીટ કરીને પોતાનો દોષ વ્યક્ત કર્યો છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને મણીપુર ની ઘટનામાં ગુનેગાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી અપીલ કરી છે. 

આ પણ વાંચો:

અક્ષય કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહિલાઓ સાથે મણિપુરમાં જે શરમજનક ઘટના બની છે તેના વિડીયોથી દેશના લોકો હચમચી ગયા છે. મહિલાઓ સાથે આવી બરબર્તા કરનાર લોકો વિરોધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અક્ષય કુમાર એ લખ્યું છે કે આ વિડીયો જોઈને તે પણ ધ્રુજી ગયો છે. 

— Akshay Kumar (@akshaykumar) July 20, 2023

તેને આગળ લખ્યું હતું કે મહિલાઓ સાથે મણિપુરમાં જે વર્તન થયું તે શરમજનક છે. તેણે સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી કે ગુનેગારોને કડકમાં કડક સજા થાય જેથી આવું કામ કરવાનું કોઈ વિચારી પણ ન શકે. 

— RichaChadha (@RichaChadha) July 19, 2023

અક્ષય કુમાર ઉપરાંત બોલીવુડના અન્ય ઘણા કલાકારોએ પણ આ વીડિયોને લઈને રિએક્ટ કર્યું છે. આ મામલે અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ ટ્વિટ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. 

 

— Urmila Matondkar (@UrmilaMatondkar) July 20, 2023

ઉર્મિલા માતોંડકરે પણ આ વીડિયોને લઈને ટ્વિટ કરી છે. તેણે લખ્યું છે કે આ ઘટના મે મહિનાની છે અને અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી ન થઈ તે વાતને લઈને તે શોકડ છે. એ લોકોને શરમ આવવી જોઈએ જેમની પાસે સત્તા છે અને તે આરામથી બેઠા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news