જાણિતી અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખ્યો અને પછી...

Bollywood Holi: હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી તોફાન મસ્તી સાથે ઉજવવામાં આવે છે. જેમાં લોકો ખૂબ જ ધિંગામસ્તી અને તોફાન કરે છે. ત્યારે ઘણીવાર આ દરમિયાન છોકરીને જાણે અજાણે છેડતીનો ભોગ પણ બને છે. ત્યારે હોળીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક જાણિતી અભિનેત્રી સાથે હોળી પર થયેલી છેડતીનો કિસ્સો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 

જાણિતી અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખ્યો અને પછી...

holi 2024: સોફિયા હયાત એક જાણિતી અભિનેત્રીઓમાંની એક છે બિગ બોસ ફેમ મોટાભાગે પોતાના બોલ્ડ અંદાજના લીધે તો ક્યારેક પોતાની પર્સનલ લાઇફના ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટા આવતાં જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો શેર કર્યા હતા, જેમાં તે રડતાં રડતાં કહી રહી છે કે દુબઇમાં તેની સાથે શું થયું હતું. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના એક્સ બોયફ્રેંડ મુબારક આઇસા મુબારક મોહમંદ અલ મેરાખીને મળવા અને લગ્ન કરવા માટે દુબઇ ગઇ હતી પરંતુ તેને એરપોર્ટ પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

આ ઘટના બાદ ફરીએક સોફિયા હયાત ચર્ચામાં આવી ગઇ છે. ત્યારે હોળી નજીક આવી રહી છે ત્યારે સોફિયા હયાતે એક ઇન્ટરવ્યુંમાં હોળી પાર્ટીને લઇને જે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તે ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આવો જાણીએ શું હતું તે ઘટના. 

એક્ટ્રેસ અને મોડલ સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તો બીજી તરફ તે પોતાના નિવેદનોને કારણે અહેવાલોમાં રહે છે. હાલમાં જ તેણે હોળી પાર્ટીની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેની દરેક તસવીર ટ્રેન્ડમાં રહે છે અને ચાહકો તેની બોલ્ડ તસવીરો જોવાનું પસંદ પણ કરે છે. એક સમયે દેશના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળેલી સોફિયા લાંબા સમયથી અન્ય કોઈ શોમાં જોવા મળી નથી. પરંતુ તે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ શેર કરેલી હોળી પાર્ટીની ઘટના જાણીને તમે પણ ગુસ્સે થઈ જશો. સોફિયાએ કહ્યું કે હોળી પાર્ટીમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કોઈએ તેના સ્કર્ટની અંદર હાથ નાંખી દીધો હતો. આ ઘટના બાદ તેણી હચમચી ગઈ હતી.

સોફિયાએ એક ન્યૂઝ પોર્ટલને કહ્યું, “હું હોળીની પાર્ટીમાં ગઈ હતી જ્યાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. હું દરેક સાથે ફોટા ક્લિક કરવામાં આરામદાયક અનુભવ કરતી નથી. પણ મને ખબર નહોતી, મેં ત્યાં પાણીપુરી ખાધી હતી, જેમાં કદાચ ગાંજો જેવો નશો ભેળવી દેવામાં આવ્યો હતો. તે ખાધા પછી હું નશામાં આવી ગઈ અને બધા સાથે ફોટા ક્લિક કરવા લાગી.

સોફિયાના જણાવ્યા મુજબ, તે પાર્ટીમાં એક વ્યક્તિએ તેના સ્કર્ટની અંદર હાથ નાંખવાનો પ્રયાસ કર્યો. સોફિયાએ પહેલા તેની અવગણના કરી, પરંતુ જ્યારે તેણે ફરીથી આ બદકામ કર્યું, ત્યારે તેણે તે માણસને દૂર ધકેલી દીધો હતો. અભિનેત્રીએ આ ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી પરંતુ એમ પણ જણાવ્યું હતું કે તેના એક મિત્રએ તેની મદદ કરી અને તેના ઘરે છોડી દીધી.

સોફિયા હયાત તેના વિવાદો માટે પણ જાણીતી છે અને તે તેના બિકીની લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રી બિગ બોસ સીઝન 7 માં જોવા મળી હતી.આટલું જ નહીં, સોફિયા હયાતના ઘણા ફોટોશૂટે ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો હતો અને એક વખત તેણે ઓમના પોસ્ટર પાસે નગ્ન પોઝ પણ આપ્યો હતો. ત્યારબાદ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news