New Movies on OTT:હવે થિયેટરનો મોહ છોડો! માર્ચ મહિનામાં રિલીઝ થયેલી નવી ફિલ્મો નિહાળો OTT પર, આ રહ્યું લિસ્ટ

Hindi Movies On OTT: માર્ચના છેલ્લા સપ્તાહમાં OTT પર અમેઝિંગ મૂવીઝ અને વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી છે. શાહરૂખ ખાનની ફિલ્મની સાથે યામી ગૌતમની નવી ફિલ્મ પણ OTT પર સ્ટ્રીમ થઈ રહી છે.

New Movies on OTT:હવે થિયેટરનો મોહ છોડો!  માર્ચ મહિનામાં રિલીઝ થયેલી નવી ફિલ્મો નિહાળો OTT પર, આ રહ્યું લિસ્ટ

Hindi Movies On OTT: જો તમે સપ્તાહના અંતે ઘરે આરામથી બેસીને આનંદ લેવાના મૂડમાં હોવ, તો તાજેતરમાં OTT પર રિલીઝ થયેલી ફિલ્મો તમારી યોજનામાં થોડો મસાલો ઉમેરી શકે છે. હા... આ અઠવાડિયે ઘણી બોલિવૂડ મૂવીઝ અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ છે. નવી ફિલ્મોની યાદીમાં શાહરૂખ ખાનની 'પઠાણ' અને યામી ગૌતમની 'ચોર નિકલ કે ભાગા'નો સમાવેશ થાય છે. 

ચોર નિકલ કે ભાગા: યામી ગૌતમ અને સની કૌશલની નવી ફિલ્મ 'ચોર નિકલ કે ભાગા' 24 માર્ચે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. થ્રિલર ફિલ્મમાં યામી, સનીની સાથે શરદ કેલકર સાથે અનેક શ્રેષ્ઠ કલાકારો પણ જોવા મળે છે.

પઠાણ: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' સિનેમાઘરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર ધૂમ મચાવી રહી છે. પઠાણ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે..

No description available.

ધ નાઈટ એજન્ટ: રોમાંચક વેબ સિરીઝ અને મૂવીઝ તમારું મનોરંજન કરે છે, તો પછી તમે ચોક્કસપણે નવી સીરીઝ 'ધ નાઈટ એજન્ટ' જોઈ શકો છો. આ સીરીઝ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

કંજુસ મક્કીચુસ: કુણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠીની કોમેડી ફિલ્મ 'કંજુસ મક્કીચુસ' OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થઈ છે. દિવંગત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ઓલ ધ બ્રીથ્સ: ઓલ ધ બ્રીથ્સ ઓસ્કાર 2023માં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news