KGFની આ Machine Gunએ કઈ રીતે 75 વર્ષ સુધી કર્યું રાજ? જાણો સતત ગોળીઓ વરસાવતી રોકીની બંદૂકની રોચક વાતો
હાલમાં જ રિલીઝ થયેલી સુપરસ્ટાર યશની એક્શન ફિલ્મ KGF Chapter 2માં રોકી એક મોટા મશીન ગનથી ફાયરિંગ કરે છે. સતત 10 મિનિટ સુધી ગોળીઓ વરસતી રહે છે. સામે પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ ચૂર-ચૂર થઈ રહી છે. સામે ઉભેલી પોલીસ જીપ હવામાં
ઉડી રહી હતી.
- જાણો આ રોકીભાઈની અનોખી બંદૂકનો ઈતિહાસ
- KGF Chapter 2માં કરાય છે આ મશીન ગનથી ફાયરિંગ
- ડોડમ્મા મશીનગને કઈ રીતે 71 વર્ષ સુધી કર્યું રાજ?
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ હાલમાં જ રિલીઝ થયેલી સુપરસ્ટાર યશની એક્શન ફિલ્મ KGF Chapter 2માં રોકી એક મોટા મશીન ગનથી ફાયરિંગ કરે છે. સતત 10 મિનિટ સુધી ગોળીઓ વરસતી રહે છે. સામે પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ ચૂર-ચૂર થઈ રહી છે. સામે ઉભેલી પોલીસ જીપ હવામાં ઉડી રહી હતી. આ બંદૂક હકીકતમાં હતી અને છે પણ. કેમ કે ફિલ્મ 80ના દાયકાની બતાવવામાં આવી છે. તે સમયે આ બંદૂક અનેક સેનાઓ અને વિદ્રોહી સંગઠનો પાસે હતી. ત્યારે આ બંદૂકની શું વિશેષતા છે અને તે કઈ રીતે દુશ્મન પર પ્રહાર કરતી હતી.
ફિલ્મમાં બતાવેલી બંદૂક હકીકતમાં શું છે:
KGF Chapter 2 ફિલ્મમાં બતાવેલા મશીન ગનને કન્નડ ભાષામાં ડોડમ્મા અને હિંદીમાં મોટી મા કહેવામાં આવે છે. તે હકીકતમાં બ્રાઉનિંગ એમ 1919 મશીન ગન છે. તેને અમેરિકન એન્જિનિયર જોન બ્રાઉનિંગે 1919માં બનાવી હતી. તે 30 કેલિબરનું મીડિયમ મશીન ગન છે. જેનો ઉપયોગ 20મી સદીમાં ઘણો વધારો થયો હતો. ભારત-ચીન યુદ્ધ, બીજું વિશ્વ યુદ્ધ, કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધ સહિત અનેક લડાઈમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું કામમાં આવતી હતી મશીનગન:
બ્રાઉનિંગ એમ 1919 મશીન ગનને જમીન પર ટ્રાઈપોડ પર રાખીને ચલાવી શકાય છે. જમીનમાં નાના બાઈપોડની સાથે ચલાવી શકાય છે. તેને ટેન્ક, હેલિકોપ્ટર પર પણ તહેનાત કરવામાં આવી શકે છે. કે પછી તેને એન્ટી-એરક્રાફ્ટ ગનના રૂપમાં ફાઈટર જેટને તોડી પાડવામાં ઉપયોગ કરી શકાય છે.
કેટલા વજનની હોય છે મશીનગન:
બ્રાઉનિંગ એમ1919 મશીન ગનનું ઉત્પાદન 1919થી 1945 સુધી કરવામાં આવ્યું હતું. દુનિયાભરમાં કુલ મળીને તે 4.38 લાખથી વધારે સેલ થઈ. તેના આઠ વેરિયન્ટ આવ્યા. દરેક વેરિયન્ટ પહેલા કરતાં વધારે અપગ્રેડ થતું હતું. આ મશીન ગનનું વજન 14 કિલોગ્રામ છે. એટલે એક માણસ તેને સરળતાથી ઉઠાવી શકે તેમ હતી. એક બેરલની લંબાઈ 24 ઈંચ હતી.
મશીન ગન કેટલી ગોળીઓ ફેંકતી હતી:
આશ્વર્યની વાત એ છે કે બ્રાઉનિંગ એમ 1919 મશીન ગનથી દુનિયાની 10 પ્રકારની ગોળીઓ ચલાવી શકાતી હતી. આથી તેનો ઉપયોગ અનેક યુદ્ધમાં સારી રીતે કરવામાં આવ્યો. તેના શરૂઆતના વેરિયન્ટમાં એક મિનિટમાં 400થી 600 ગોળીઓ ફાયર કરી શકાતી હતી. પરંતુ તેના પછી છેલ્લાં વેરિયન્ટમાં 1200થી 1500 ગોળીઓ પ્રતિ મિનિટ ફાયર કરી શકાતી હતી. તેની સ્પીડ 853 મીટર પ્રતિ સેકંડ હતી. એટલે લગભગ એક કિલોમીટર પ્રતિ સેકંડ. મશીન ગનની રેન્જ પણ તેના સમય પ્રમાણે બહુ સારી હતી. તે લગભગ દોઢ કિલોમીટર સુધી સફળતાથી નિશાન સાધી શકતી હતી. જ્યાં સુધી વાત છે તેની કાર્ટિરેજ એટલે મેગઝીનની તો તેમાં 250 ગોળીઓનો બેલ્ટ લગાવી શકાતો હતો.
કઈ સિસ્ટમથી દુશ્મનો પર ગોળીઓનો વરસાદ થતો:
મશીન ગનની ગોળીઓ ફેંકવાની જે પ્રણાલી કે સિસ્ટમ હતી જેનું નામ હતું ક્લોઝ્ડ બોલ્ટ શોર્ટ રિકોઈલ ઓપરેશન. તેના કારણે મશીન ગરમ થઈ જતું હતું. આથી સતત તેના વેરિયન્ટ બનાવવામાં આવ્યા. તેમાં સુધારો પણ કરવામાં આવ્યો. દુનિયાની પહેલી એવી સફળ મશીન ગન, જે જીપ પર, ટ્રક પર, બખ્તરબંધ ગાડીઓ પર, ટેન્ક પર, લેન્ડિંગ ક્રાફ્ટ પર, જમીન પર, ચઢાણ કે ઢાળ પર રાખીને ફાયક કરી શકાતી હતી.
ક્યારે-ક્યારે મશીન ગનનો ઉપયોગ થયો:
બ્રાઉનિંગ એમ 1919 મશીન ગનના A4 વેરિયન્ટે અમેરિકાને બીજા વિશ્વ યુદ્ધમાં મોટી સફળતા અપાવી હતી. કોરિયા અને વિયેતનામ યુ્દ્ધમાં પણ આ બંદૂકે અપ્રતિમ સફળતા મેળવી હતી. તેના A6 વેરિયન્ટને વધારે હળવું બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના બેરલનું વજન 3.8 કિલોગ્રામથી ઘટાડીને 1.8 કિલોગ્રામ કરી દેવામાં આવ્યું હતું.
અમેરિકાએ આ મશીન ગનનો સૌથી વધુ ઉપયોગ કર્યો:
અમેરિકાની નેવીએ A4 વેરિયન્ટને બદલીને 7.62 મિલિમીટરની નાટો ચેમ્બરિંગ કરીને તેને એમકે-21 મોડ 0 નામ આપી દીધું. તે બદલાયેલી બ્રાઉનિંગ મશીન ગને વિયતનામ વોરમાં અમેરિકાની સેનાની ઘણી મદદ કરી હતી. આ મશીન ગન તે સમયે દુનિયાભરમાં એટલી વધારે ફેમસ થઈ ગઈ કે અનેક દેશ તેના પોતાના વર્ઝન બનાવવા લાગ્યા. ખાસ કરીને ઈંગ્લેન્ડે 303 કેલિબરની ગન લગાવી. તેણે પોતાના ફાઈટર જેટ્સ સુપરમરીન સ્પિટફાયર, હોકર હરિકેન, બોમ્બ ફેંકનારા બ્રિસ્ટલ બ્લેનહીમ, ફેરી બેટલ, હેન્ડલે પેઝ હેપડેન અને માર્ટિન મેરિલેન્ડમાં લગાવી દેવામાં આવી.
બીજા વિશ્વ યુદ્ધમાં 3-3 કંપનીઓએ મશીન ગન બનાવી:
આ મશીન ગનથી પ્રેરિત થઈને હિસ્પેનો-સુઈઝા એમકે-2 બનાવવામાં આવી. જે 20 મિલિમિટર કેબિલરની હતી. આ એક એન્ટી એરક્રાફ્ટ ગન હતી. જેને જમીન, વોર શીપ, જંગી જહાજ વગેરે પર લગાવી શકાતી હતી. બ્રાઉનિંગ એમ 1919 મશીન ગનનું ઉત્પાદન બીજા વિશ્વ યુદ્ધના સમયે ત્રણ અલગ-અલગ કંપનીઓ કરી રહી હતી. તે હતી બફેલો આર્મ્સ કોર્પોરેશન, રોક આઈલેન્ડ આર્સેનલ અને જનરલ મોટર્સનું સેગિનાવ સ્ટીયરિંગ ગીયર ડિવિઝન.
કેટલાં રૂપિયામાં આવતી હતી મશીન ગન:
શરૂઆતના સમયમાં તે 667 ડોલર્સ એટલે 50,854 રૂપિયામાં આવતી હતી. પરંતુ પછી તેનું ઉત્પાદન વધ્યું તો તેની કિંમત ઓછી કરીને 142 ડોલર્સ એટલે 10,826 રૂપિયા કરી દેવામાં આવી. બ્રાઉનિંગ એમ 1919 મશીન ગનને અમેરિકામાં 1980ના દાયકામાં સામાન્ય નાગરિક પણ ઉપયોગ કરતાં હતા. પરંતુ અમેરિકાએ 1986થી પોતાની બંદૂકના કાયદામાં ફેરફાર કરીને આ મશીન ગનના ખરીદ-વેચાણ પર રોક લગાવી દીધી. કોઈ પોતાની મશીન ગનની કોઈને ટ્રાન્ફર કરી શકતો ન હતો. પરંતુ તે દાયકામાં આ બંદૂક હથિયાર તસ્કરોની પસંદગીની બંદૂક બની ગઈ હતી. તેનો ઘણો ગેરકાયદેસર વેપાર પણ થયો હતો. અત્યારે કેજીએફ- ચેપ્ટર-2માં તેનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. જેણે જૂની યાદો તાજી કરાવી દીધી અને આ બંદૂકને પણ જીવંત કરી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે