કોરોનાકાળમાં આ કઈ નવી મુસિબતમાં મૂકાયો કપૂર પરિવાર, આ કાગળ માટે ધમપછાડા કરી રહ્યા છે

બોલીવુડના સૌથી જૂના પરિવારોમાંથી એક કપૂર ફેમિલીમાં ગત એક વર્ષમાં બે મોત થયા. એક ઋષિ કપૂર અને બીજું તેમના નાના ભાઈ રાજીવ કપૂરનું મોત. આ બે દુ:ખ ઝેલ્યા બાદ હવે આ પરિવાર સામે નવી પરેશાની ખડી થઈ છે. આ પરેશાની છે રાજીવ કપૂરની પ્રોપર્ટીના હકને લઈને થઈ રહેલા ઘમાસાણની. કારણ કે કપૂર પરિવારમાં હાલ કોઈને ખબર નથી કે રાજીવ કપૂરના ડિવોર્સના કાગળો ક્યાં છે. 

કોરોનાકાળમાં આ કઈ નવી મુસિબતમાં મૂકાયો કપૂર પરિવાર, આ કાગળ માટે ધમપછાડા કરી રહ્યા છે

નવી દિલ્હી: બોલીવુડના સૌથી જૂના પરિવારોમાંથી એક કપૂર ફેમિલીમાં ગત એક વર્ષમાં બે મોત થયા. એક ઋષિ કપૂર અને બીજું તેમના નાના ભાઈ રાજીવ કપૂરનું મોત. આ બે દુ:ખ ઝેલ્યા બાદ હવે આ પરિવાર સામે નવી પરેશાની ખડી થઈ છે. આ પરેશાની છે રાજીવ કપૂરની પ્રોપર્ટીના હકને લઈને થઈ રહેલા ઘમાસાણની. કારણ કે કપૂર પરિવારમાં હાલ કોઈને ખબર નથી કે રાજીવ કપૂરના ડિવોર્સના કાગળો ક્યાં છે. 

રણધીર અને રીમાએ જતાવ્યો સંપત્તિ પર હક
અત્રે જણાવવાનું કે 9 ફેબ્રુઆરીના રોજ રાજીવ કપૂરનું હ્રદયરોગના હુમલાથી મુંબઈમાં નિધન થયું હતું. તેના બે મહિના બાદ મોટા ભાઈ રણધીર કપૂર અને બહેન રીમા જૈને તેમની સંપત્તિ પર હક માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હવે હાઈકોર્ટે આ લોકોને રાજીવના ડિવોર્સના કાગળો જમા કરાવવાનું કહ્યું છે. 

રણધીર કપૂરે જણાવી પેપર્સની સમસ્યા
હાઈકોર્ટે ડિવોર્સના પેપર્સ માંગ્યા બાદ રણધીર કપૂરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમની પાસે કાગળો નથી. અત્યાર સુધી કોઈને આ કાગળો મળ્યા નથી. તેઓ બધા કાગળો શોધી રહ્યા છે. 

વર્ષ 2003માં થયા હતા ડિવોર્સ
નોંધનીય છે કે રાજીવ કપૂરે 2001માં આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા હતા. 2003માં તેમના ડિવોર્સ પણ થઈ ગયા. પરંતુ હવે કપૂર પરિવારના વકીલે એવી દલીલ રજુ કરી છે કે ડિવોર્સ કઈ ફેમિલી કોર્ટમાં થયા તેનો તેમને કોઈ અંદાજો નથી અને દસ્તાવેજો પણ મળી રહ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news