જાવેદ અખ્તરે લગાવ્યા 'જય સિયા રામ'ના નારા, કહ્યું- હિન્દુઓના કારણે જ સહિષ્ણુતા બચી
MNS Diwali Celebration: દેશના લોકપ્રિય ગીતકાર અને લેખક જાવેદ અખ્તર એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમણે હિન્દુ ધર્મ અને લોકતંત્ર પર કેટલીક એવી વાતો કરી છે કે જેના કારણે બધાનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થયું છે. મુંબઈમાં આયોજિત એક દીપોત્સવમાં તેમણે કહ્યું કે આ દેશમાં સહિષ્ણુતા જો કોઈ કારણસર બચી છે તો ફક્ત હિન્દુઓના કારણે જ બચી છે.
Trending Photos
MNS Diwali Celebration: દેશના લોકપ્રિય ગીતકાર અને લેખક જાવેદ અખ્તર એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમણે હિન્દુ ધર્મ અને લોકતંત્ર પર કેટલીક એવી વાતો કરી છે કે જેના કારણે બધાનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થયું છે. મુંબઈમાં આયોજિત એક દીપોત્સવમાં તેમણે કહ્યું કે આ દેશમાં સહિષ્ણુતા જો કોઈ કારણસર બચી છે તો ફક્ત હિન્દુઓના કારણે જ બચી છે. પોતાની વાતચીતમાં તેઓ હિન્દુ ધર્મના વખાણ કરતા જોવા મળ્યા અને તેમણે જય સિયા રામનો સૂત્રોચ્ચાર પણ કર્યો અને મંચ પર સામે બેઠેલા લોકોને પણ જય સિયા રામનો નારો લગાવવા કહ્યું. અત્રે જણાવવાનું કે જાવેદ અખ્તર પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે.
હિન્દુ ધર્મના ખુબ વખાણ કર્યા
વાત જાણે એમ છે કે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સુપ્રીમો રાજ ઠાકરે દ્વારા આયોજિત દિવાળી દિપોત્સવ કાર્યક્રમમાં બોલતા જાવેદ અખ્તરે હિન્દુ ધર્મના ખુબ વખાણ કર્યા. આ ઉત્સવમાં તેમના જૂના સાથી અને લોકપ્રિય લેખક સલીમ ખાન પણ હાજર રહ્યા. આ ઉપરાંત રિતેશ દેશમુખ સહિત અનેક અન્ય હસ્તીઓ પણ હાજર રહી. આ કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કહ્યું કે જો લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ છે. એ વિચારવું કે આપણે જ સાચા છે અને બીજા ખોટા એ હિન્દુ સંસ્કૃતિનો ભાગ નથી. તેમણે હિન્દુ ધર્મને કટ્ટર ન થવાની પણ સલાહ આપી છે.
જય સિયા રામના નારા લગાવ્યા
આ ઉપરાંત તેમણે રામ સિયા ઉપર પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ રામનું ખુબ સન્માન કરું છું. રામ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો ભાગ છે. રામાયણ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. આ કારણથી હું અહીં આવ્યો છું. જ્યારે પણ રામની વાત કરીએ છીએ તો રામ સીતા બંનેનો ખ્યાલ આે છે. ત્યારબાદ તેમણે જય સિયા રામના નારા પોતે પણ લગાવ્યા અને ત્યાં હાજર લોકો પાસે પણ લગાવડાવ્યા.
આ લોકતંત્ર એટલા માટે છે કારણકે...
લોકતંત્ર પર વાત કરતા તેમણે કહ્યું કે ભૂમધ્યસાગર સુધી કોઈ બીજો એવો દેશ નથી જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થા હોય. અહીં લોકતંત્ર એટલા માટે છે કારણ કે અહીં જે જેવું ઈચ્છે તેવું વિચારી શકે છે. જે મૂર્તિપૂજક છે તેઓ પણ હિન્દુ છે, જે મૂર્તિપૂજક નથી તેઓ પણ હિન્દુ છે. જે એક દેવતાને માને છે તે પણ હિન્દુ છે અને જે બધા દેવી દેવતાઓને માને છે તે પણ હિન્દુ છે. હિન્દુ સંસ્કૃતિ લોકતાંત્રિક મૂલ્ય આપે છે. આ કારણે જ દેશમાં લોકતંત્ર જીવિત છે. હાલ જાવેદ અખ્તરના આ નિવેદનોની ખુબ ચર્ચા થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે