Flop Actress: બોલીવુડ એક્ટ્રેસિસ જે હિટ ફિલ્મ આપ્યા બાદ પણ જીવી રહી છે ગુમનામ જિંદગી

Flop Actress: આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે બોલીવુડ ડેબ્યૂ સુપરસ્ટાર્સ સાથે કર્યું, પરંતુ બોલીવુડમાં ખાસ કમાલ કરી શકી નહી.  બોલીવુડમાં ઘણા લોકો સપના લઇને આવે છે, કોઇના સપના પુરા થાય છે, તો કોઇ સ્ટ્રગલ કરતા રહી જાય છે. 

Flop Actress: બોલીવુડ એક્ટ્રેસિસ જે હિટ ફિલ્મ આપ્યા બાદ પણ જીવી રહી છે ગુમનામ જિંદગી

Flop Actress: આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે બોલીવુડ ડેબ્યૂ સુપરસ્ટાર્સ સાથે કર્યું, પરંતુ બોલીવુડમાં ખાસ કમાલ કરી શકી નહી.  બોલીવુડમાં ઘણા લોકો સપના લઇને આવે છે, કોઇના સપના પુરા થાય છે, તો કોઇ સ્ટ્રગલ કરતા રહી જાય છે. કેટલાક એક્ટર અને અભિનેત્રીઓ આખી જીંદગી સુપર સ્ટાર્સ સાથે કામ કરી શકતી નથી, તો ઘણા એવા હોય છે, જેમને પહેલી ફિલ્મમાં જ સુપરસ્ટાર્સનો સાથ મળી જાય છે. 

ગ્રેસી સિંહ
આમિર ખાનની સૌથી વધુ ચર્ચામાં રહેનાર ફિલ્મ 'લગાન' ના નામ કમાનાર અભિનેત્રી ગ્રેસી સિંહનું નામ આ યાદીમાં જોઇને તમને આશ્વર્ય થશે, પરંતુ જાણકારી માટે તમને જણાવી દઇએ કે લગાન ભલે જ તેમની ડેબ્યૂ ફિલ્મ ન રહી હોય, પરંતુ તેમની આ બોલીવુડની પહેલી ફિલ્મ હતી. આ અભિનેત્રી પણ બોલીવુડમાં પોતાનો કમાલ બતાવી શકી નહી. 

No description available.

ઝરીન ખાન
ઝરીન ખાને પણ સલમાન ખાનની ફિલ્મમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સલમાન ખાનની ફિલ્મ વીરમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો કમાલ બતાવી શકી ન હતી અને ત્યારબાદ અભિનેત્રી પણ વધુ ફિલ્મોમાં જોવા મળી નહી. 

No description available.

સ્નેહા ઉલ્લાલ
સલમાન ખાનની ફિલ્મ લકી: નો ટાઇમ ફોર લવથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ ઇંડ્સટ્રીથી ગાયબ છે. સ્નેહા ઉલ્લાલે કેટલીક જ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું. 

No description available.

વલૂચા ડિસૂઝા
વલૂચા ડિસૂઝાએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'ફેન' થી બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઇએ કે વલૂચાએ આ ફિલ્મમાં શાહરૂખની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. શાહરૂખ સાથે કામ કર્યા બાદ પણ તેમને બોલીવુડમાં ખાસ ઓળખ મળી શકી નહી. 

No description available.

ગાયત્રી જોશી
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'માં અભિનય કરનાર ગાયત્રી જોશી તો તમને યાદ જ હશે. આ ગાયત્રીની પહેલી બોલીવુડ ફિલ્મ હતી, આ મૂવીમાં લીડ રોલ ભજવ્યા બાદ ગાયત્રી જોશીને બોલીવુડની વધુ ફિલ્મોમાં જોવા ન મળી.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news