સુશાંતસિંહ રાજપૂતની અણધારી વિદાય, Zee TVની આ સીરિયલથી બનાવી હતી અલગ ઓળખ

બોલિવૂડથી એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. તેમણે મુંબઈમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર મનોરંજન જગત અને દેશને આઘાત લાગ્યો છે. 

સુશાંતસિંહ રાજપૂતની અણધારી વિદાય,  Zee TVની આ સીરિયલથી બનાવી હતી અલગ ઓળખ

નવી દિલ્હી: બોલિવૂડથી એક ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. તેમણે મુંબઈમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર મનોરંજન જગત અને દેશને આઘાત લાગ્યો છે. 

બિહારના પૂર્ણિયાના રહીશ સુશાંતે મુંબઈ સ્થિત બાંદ્રામાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી. સુશાંતસિંહ રાજપૂતે 'કિસ દેશમેં હૈ મેરા દિલ' નામની ડેઈલી સોપમાંથી અભિનયની શરૂઆત કરી હતી પરંતુ સુશાંતસિંહને ઓળખ એક્તા કપૂરની Zee TV પર પ્રસારિત થતી સીરિયલ 'પવિત્ર રિશ્તા'થી મળી હતી. ત્યારબાદ સુશાંતે ફિલ્મોમાં 'કાઈ પો છે!'થી ડગ માંડ્યા હતાં. જેમાં સુશાંતસિંહ રાજપૂત મુખ્ય અભિનેતા હતાં અને સીરીયલમાં તેમના અભિનયના ખુબ વખાણ પણ થયા હતાં. 

— Ashoke Pandit (@ashokepandit) June 14, 2020

ત્યારબાદ સુશાંતસિંહે ક્યારેય પાછું વળીને જોયું નથી. બીજીવાર સુશાંત સિંહ શુદ્ધ દેસી રોમાન્સમાં વાણી કપૂર અને પરણિતી ચોપડા સાથે જોવા મળ્યો હતો. સુશાંતસિંહ રાજપૂતે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિકમાં પણ ધોનની ભૂમિકા ભજવી હતી. મળતી જાણકારી મુજબ સુશાંતના ઘરમાં કામ કરતા એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news