ખુબ પ્રેમ હોવા છતાં માતા સાથે રહેતી નથી ચુલબુલી આલિયા, ખાસ જાણો કારણ

સોની રાજદાન બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર અને ડાઈરેક્ટર મહેશ ભટ્ટની પત્ની છે. તેમની પુત્રી આલિયા ભટ્ટ પણ હવે તો ફિલ્મી દુનિયામાં જાણીતુ નામ છે. 

ખુબ પ્રેમ હોવા છતાં માતા સાથે રહેતી નથી ચુલબુલી આલિયા, ખાસ જાણો કારણ

નવી દિલ્હી: અભિનેત્રી સોની રાજદાન આજે પોતાનો 62મો જન્મદિવસ ઉજવી રહી છે. બર્મિંઘમમાં જન્મેલી સોનીના પિતા નરેન્દ્ર નાથ રાજદાન કાશ્મીરી પંડિત અને માતા ગર્ટુડ હોલ્ઝર જર્મન હતી. એક્ટિંગનો હુનર સોનીને અભ્યાસ બાદ ભારત ખેંચી લાવ્યો. અહીં નાના મોટા પડદે મહત્વની ભૂમિકા ભજવી. સોની રાજદાન બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર અને ડાઈરેક્ટર મહેશ ભટ્ટની પત્ની છે. તેમની પુત્રી આલિયા ભટ્ટ પણ હવે તો ફિલ્મી દુનિયામાં જાણીતુ નામ છે. 

યુકેમાં ઈંગ્લિશ થીયેટર  કર્યા બાદ સોની રાજદાને ભારત આવીને નાના પડદે નસીબ અજમાવ્યું. દુરદર્શન પર પ્રસારિત થતી પ્રખ્યાત સીરિયલ બુનિયાદમાં સુલોચનાની ભૂમિકા મળી. જેના કારણે ઘરે ઘરે ઓળખ થઈ. અભિનેત્રી સોની રાજદાનને ટીવી સીરિયલ સાહિત અને ગાથામાં પણ મહત્વની ભૂમિકા ભજવવાની તક મળી. ત્યારબાદ ગત વર્ષે આવેલી લવ કા હૈ ઈન્તેજાર સીરિયલમાં તેણે રાજમાતાની ભૂમિકા ભજવી હતી. 

પુત્રી આલિયાને પૂરેપૂરો સપોર્ટ
સોની રાજદાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પુત્રી આલિયાને પૂરેપૂરો સપોર્ટ કરે છે. ફિલ્મી દુનિયામાં નામ કમાઈ રહેલી આલિયાને તેમણે ઘરથી લઈને બહાર સુધીની દરેક પ્રકારની છૂટ આપેલી છે. કારણકે તેમનું માનવું છે કે તે પોતાના નિર્ણય સમજી વિચારીને લે છે. 

માતા સાથે રહેતી નથી આલિયા
આ જ વર્ષે આલિયા ભટ્ટ તેના નવા ફ્લેટમાં શિફ્ટ થઈ છે. પિતા મહેશ ભટ્ટે તેને લગભગ 3.5 કરોડની કિંમતનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. જ્યારે આ અગાઉ આલિયા માતા પિતા સાથે જૂહુ સ્થિત ઘરમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ એક જ શહેરમાં આલિયા અલગ રહે છે તેના ઉપર માતા સોની રાજદાનનું કહેવું છે કે પુત્રીને પ્રાઈવસીની અને વધુ જગ્યાની જરૂર હતી આથી તેમણે આ નિર્ણય લીધો છે. 

રેપની થઈ કોશિશ
વિતેલા જમાનાની અભિનેત્રી સોની રાજદાને દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઈનનો  ખુલાસો કરતા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે એક ફિલ્મના શૂટ પર તેમની સાથે રેપની કોશિશ થઈ હતી જો કે તે વ્યક્તિ સફળ થયો નહતો. 

આ ફિલ્મોમાં કર્યું કામ
સોની રાજદાને 36 ચોરિંઘી લેન ફિલ્મથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આહિસ્તા આહિસ્તા, મંડી, સારાંશ, ત્રિકાલ, ખામોશ, સડક, સાથી, ગુમરાહ, મોનસૂન વેડિંગ, પેજ 3, પટિયાલા હાઉસ, શૂટ આઉટ એટ વડાલા, રાઝી જેવી ફેમસ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ મહેશ ભટ્ટની પત્ની સોનીએ નજર (2005) અદનાન ખાન (2009) અને લવ અફેર(2016) જેવી ફિલ્મોનું ડાઈરેક્શન પણ કર્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news