Bharti Singh Son First Pic: કેવો દેખાય છે ભારતીનો પુત્ર? જોવા માટે બેતાબ ફેન્સે કર્યું આ કામ

Bharti Singh Son First Pic: જો કે, આ પહેલા ભારતી તેના પુત્રની તસવીર દેખાડે, ફેન્સે તેના પુત્રનો કાલ્પનિક ચહેરો દેખાડી દીધો છે. ફેન્સે સોશિયલ મીડિયા પર ભારતી અને તેના પુત્રનો એક ફેક ફોટો અપલોડ કર્યો છે. આ વાયરલ ફોટામાં ભારતી, એક ન્યુબોર્ન બેબીને ખોળામાં લઇને બેઠી જોવા મળી રહી છે.

Bharti Singh Son First Pic: કેવો દેખાય છે ભારતીનો પુત્ર? જોવા માટે બેતાબ ફેન્સે કર્યું આ કામ

નવી દિલ્હી: કોમેડિયન ભારતી સિંહે 3 અપ્રિલના તેના ઘરે નાના મહેમાનનું સ્વાગત કર્યું છે. ભારતી અને હર્ષ લિંબાચિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પુત્રના જન્મની ગુડન્યુઝ આપ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ભારતીના પુત્રને જોવા માટે બેતાબ છે. ઇન્સ્ટાગ્રામ પર શુભેચ્છાઓ ઉપરાંત ફેન્સ કોમેન્ટ કરી ભારતીને તેના પુત્રની તસવરી દેખાળવાની વિનંતી કરી રહ્યા છે.

જો કે, આ પહેલા ભારતી તેના પુત્રની તસવીર દેખાડે, ફેન્સે તેના પુત્રનો કાલ્પનિક ચહેરો દેખાડી દીધો છે. ફેન્સે સોશિયલ મીડિયા પર ભારતી અને તેના પુત્રનો એક ફેક ફોટો અપલોડ કર્યો છે. આ વાયરલ ફોટામાં ભારતી, એક ન્યુબોર્ન બેબીને ખોળામાં લઇને બેઠી જોવા મળી રહી છે. તસવીર ભારતીના ગળાના ભાગથી થોડી ક્રોસ છે જે જોતા તમે સમજી જશો કે આ એક ફેક ફોટો છે.

હોસ્પિટલ બેડ પરથી આવ્યો ભારતીનો ફોટો!
ત્યારે વધુ એક પોટો સીધો હોસ્પિટલથી વાયરલ કરવામાં આવ્યો છે. ફોટોમાં ભારતી મેકઅપ કરી હોસ્પિટલ બેડ પર બેબીને પકડતી જોવા મળી રહી છે. તે કેમેરા તરફ જોઇ સ્માઇલ કરતી જોવા મળી રહી છે અને તેના હાથમાં ડ્રિપ્સ લગાવેલા જોઈ શકાય છે. આ બંને ફેક તસવીરો છે પરંતુ તે જોતા લાગી રહ્યું છે કે આ તસવીર બનાવવામાં ફેન્સે ખુબ મહેનત કરી છે. આ વાયરલ તસવીરને જોઇ લોકો કોમેડિયનને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ડિલિવરીના એક દિવસ પહેલા સુધી કરતી હતી કામ
ભારતી સિંહ ડિલિવરી બાદ રેસ્ટ પર છે. તેણે ડિલિવરી બાદ સોશિયલ મીડિયા પર તેનો પ્રી-ડિલિવરી મેટરનિટી ફોટોશૂટ્સ શેર કર્યો હતો. જેમાં તેના પરથી નજર હટાવી મુશ્કેલ હતી. જો કે, બેબી બર્થ બાદ ભારતી કામ પ્રત્યે સમર્પણને લઈને પણ ચર્ચામાં હતી. કોમેડિયને ડિલિવરીના એક દિવસ પહેલા સુધી શૂટિંગ કર્યું હતું. સેટ પરથી તેનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. હવે ડિલિવરી બાદ જોવાનું રહેશે કે ભારતી સેટ પર ક્યારે પરત ફરે છે અને પુત્રનો ચહેરો ક્યારે દેખાડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news