ભારતી સિંહ માતા બની, પુત્રને આપ્યો જન્મ... પરંતુ અધુરી રહી ગઈ આ ઈચ્છા

લાફ્ટર ક્વીન ભારતી સિહં માતા બની ગઈ છે. કોમેડિયને પુત્રને જન્મ આપ્યો છે. ભારતી સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડ ન્યૂઝ આપ્યા છે. 

ભારતી સિંહ માતા બની, પુત્રને આપ્યો જન્મ... પરંતુ અધુરી રહી ગઈ આ ઈચ્છા

નવી દિલ્હીઃ લાફ્ટર ક્વીન ભારતી સિંહ માતા બની ગઈ છે. કોમેડિયને પુત્રને જન્મ આપ્યો છે. ભારતી સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યાં છે. ભારતી અને હર્ષે એક પોસ્ટ શેર કરી લખ્યુ-  'It’s a BOY'. સ્ટાર કપલે પ્રેગ્નેન્સી ફોટોશૂટની એક તસવીર શેર કરી છે. ફોટોમાં ભારતી અને હર્ષ એકબીજાની સાથે સુંદર અંદાજમાં જોવા મળી રહ્યાં છે. 

છેલ્લા દિવસ સુધી વર્કફ્રંટમાં એક્ટિવ
ભારતી સિંહ પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત રહી છે. ડિલિવરીના છેલ્લા દિવસ સુધી ભારતીએ શૂટિંગ કર્યું છે. દરરોજ પૈપરાજી ભારતીને શૂટિંગ સેટ પર સ્પોટ કરતા હતા અને ભારતીના તમામ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. 

પૂરુ ન થયું ભારતીનું સપનું
ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તે એક પુત્રીને જન્મ આપવા ઈચ્છે છે. તેવામાં ભારતીનું આ સપનું અધુરૂ રહી ગયું છે. રિપોર્ટરે તેને પૂછ્યુ કે તમારે પુત્ર જોઈએ કે પછી પુત્રી. આ સવાલનો જવાબ આપતા ભારતીએ કહ્યું હતું કે દીકરી, દીકરી જોઈએ. મારા જેવી મહેનતુ. તમારા જેવી નહીં જે એક યુવતીને રોકીને ઈન્ટરવ્યૂ લે છે. 

ડિલીવરી પહેલા ભારતીનો છેલ્લો વીડિયો
ભારતીએ આજે પુત્રને જન્મ આપ્યો છે અને કાલ એટલે કે શનિવાર સુધી તે શૂટિંગ સેટ પર હતી. આ દરમિયાન ભારતી હેવી બેબી બમ્પમાં જોવા મળી હતી અને તેનો પતિ હર્ષ પણ સાથે હતો. ભારતીના આ જુસ્સાને દરેક સલામ કરી રહ્યાં છે અને તેને ટ્રેન્ડસેટર ગણાવી રહ્યાં છે. 

ફેન્સ આપી રહ્યાં છે શુભેચ્છા
ભારતી અને હર્ષની સાથે-સાથે ફેન્સ પણ કપલના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યાં હતા. હવે ભારતીએ ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યાં છે. લોકો સોશિયલ મીડિયા પર બંનેને શુભેચ્છા આપી રહ્યાં છે. તો ફેન્સ હવે પુત્રની પ્રથમ તસવીરની રાહ જોઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news