Bhabi Ji Ghar Par Hain શોથી આવ્યા માઠા સમાચાર! આ અભિનેતાના જવાનજોધ પુત્રનું મોત

Bhabi Ji Ghar Par Hain Jeetu Gupta Son Death: 'ભાભીજી ઘર પર હૈ' (Bhabi Ji Ghar Par Hain) શોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અભિનેત્રી જીતૂ ગુપ્તા (Jeetu Gupta) એ પોતાના 19 વર્ષના પુત્ર આયુષને ગુમાવ્યો છે.

Bhabi Ji Ghar Par Hain શોથી આવ્યા માઠા સમાચાર! આ અભિનેતાના જવાનજોધ પુત્રનું મોત

Bhabi Ji Ghar Par Hain Jeetu Gupta Son Death: લોકપ્રિય કોમેડી ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ' (Bhabi Ji Ghar Par Hain) શોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અભિનેત્રી જીતૂ ગુપ્તા (Jeetu Gupta) એ પોતાના 19 વર્ષના પુત્ર આયુષને ગુમાવ્યો છે. આ વાતની જાણકારી અભિનેતાએ જાતે સોશિયલ મીડિયા મારફતે શેર કરી છે, ત્યારબાદ તેમના પુત્ર માટે તમામ લોકો શ્રદ્ધાંજલિ મોકલી રહ્યા છે.

Bhabi Ji Ghar Par Hain શોથી આવ્યા માઠા સમાચાર
ભાભીજી ઘર પર હૈ શોમાં ડોક્ટરની ભૂમિકા નિભાવનાર અભિનેતા, જીતૂ ગુપ્તાએ હાલમાં સોશિયલ મીડિયા પર એક દુખદ સમાચાર આપ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેતાએ પોતાના 19 વર્ષના જવાનજોધ પુત્રને ગુમાવી દીધો છે અને આ વાતની જાણકારી તેમણે જાતે આપી છે. જણાવી દઈએ કે જીતૂ ગુપ્તાનો પુત્ર આયુષ ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતો.

Jeetu Guptaના જવાન પુત્રનું મોત
જેવી રીતે અમે તમને જણાવ્યું કે, જીતૂ ગુપ્તાએ પોતાના પુત્રના મોતના સમાચાર ફેસબુક પર શેર કર્યા છે. તેમણે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે જેમાં પોતાના પુત્રની તસવીરની સાથે તેમણે કેપ્શન લખ્યું છે, નહીં રહા મેરા બાબૂ આયુષ! થોડાક સમય પહેલા પણ જીતૂએ પોતાના પુત્રની તસવીર હોસ્પિટલમાંથી શેર કરી હતી, જેમાં તેણે જોઈને એવું લાગી રહ્યું છે કે તે ક્રિટિકલ કંડિશનમાં છે.

તેના થોડાક સમય પહેલા ભાભીજી ઘર પર હૈ માં મલખાનની ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા દીપેશ માનનું પણ અચાનક નિધન થઈ ગયું હતું. કોમેડી જગતે વીતેલા દિવસોમાં દિગ્ગજ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને પણ ગુમાવી દીધા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news