લોકડાઉનમાં સલમાન ખાને આપી મોટી સરપ્રાઈઝ, નવા સોન્ગનું ટીઝર લોન્ચ કર્યું

‘પ્યાર કરોના....’ ગીત બાદ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) તાજેતરમાં જ તેમણે પોતાના આગામી મ્યૂઝિક વીડિયો ‘તેરે બિના...’ (Tere Bina) ની જાહેરાત કરી હતી. તે તેમના પ્રશંસકો માટે એક મોટી સરપ્રાઈઝ હતી, કારણ કે, તેઓએ બે ગીત લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ના આ ગીતનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જે ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. 
લોકડાઉનમાં સલમાન ખાને આપી મોટી સરપ્રાઈઝ, નવા સોન્ગનું ટીઝર લોન્ચ કર્યું

ઝી મીડિયા/બ્યૂરો :‘પ્યાર કરોના....’ ગીત બાદ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) તાજેતરમાં જ તેમણે પોતાના આગામી મ્યૂઝિક વીડિયો ‘તેરે બિના...’ (Tere Bina) ની જાહેરાત કરી હતી. તે તેમના પ્રશંસકો માટે એક મોટી સરપ્રાઈઝ હતી, કારણ કે, તેઓએ બે ગીત લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ના આ ગીતનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જે ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. 

અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત

સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ પર ફિલ્માવવામાં આવેલ આ લવ સોન્ગને તેમના પનવેલ સ્થિતિ ફાર્મ હાઉસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ આવશ્યક સૂચનોનુ પાલન કરીને શૂટ કરવામાં આવ્યું છે. આવુ પહેલીવાર થયું છે જેમાં બંને પોતાની સુપરહીટ ફિલ્મ ‘કિક’ બાદ ફરીથી એકસાથે જોવા મળનાર છે. બંને એકસાથે સ્ક્રીન પર એન્જોય કરતા નજરે આવી રહ્યાં છે. બંનેનો આ રોમેન્ટિક અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. 

આ ટીઝરને અત્યાર સુધી 21 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સલમાન ખાન દ્વારા નિર્દેશિત અને તેમના અવાજમાં આ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. જેને તેમના મિત્ર અજય ભાટિયાએ કમ્પોઝ કર્યું છે. આ ગીતને શબ્બીર અહેમદે લખ્યું છે. આ ગીત સલમાન ખાનના યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત 12 મેના રોજ રિલીઝ કરવામાં આવશે. પણ તે પહેલા સલમાન ખાનના ફેન્સ માટે આ ટીઝર ખાસ ગિફ્ટ બની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news