બધાઈ હોઃ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ફિલ્મ

આધેડ વયના પતિ-પત્ની પર આધારિત આયુષ્યમાન ખુરાનાની લો બજેટની ફિલ્મે સફળતાના નવા શિખર સર કર્યા છે 

બધાઈ હોઃ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ફિલ્મ

નવી દિલ્હીઃ આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા અને નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ 'બધાઈ હો'ની બોક્સ ઓફિસ કમાણી રૂ.100 કરોડને પાર થઈ ગઈ છે. આ સાથે જ વર્ષ 2018માં 100 કરોડની ક્લબમાં સામેલ થનારી 'બધાઈ હો' 10મી ફિલ્મ બની છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, "'બધાઈ હો' ફિલ્મની રિલીઝ થયાના ત્રીજા અઠવાડિયામાં પણ કમાણી ચાલુ છે. આ ફિલ્મમે 17મા દિવસે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બધાઈ હો ઉપરાંત સોનુ કે ટીટ્ટુ કી સ્વિટી, રાઝી અને સ્ત્રી જેવી ફિલ્મોએ પણ 100 કરોડનો આંકડો પાર કરીને સાબિત કરી દીધું હતું કે સારી કન્ટેન્ટ ફિલ્મને સફળતા અપાવે છે."

50 કરોડનો નફો
આ સાથે જ ફિલ્મે લગભગ 75 કરોડથી વધુનો નફો કર્યો છે. અમિત રવિન્દ્રનાથ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'બધાઈ હો' રૂ.25 કરોડના બજેટમાં તૈયાર થઈ છે. 

દિવાળી પછી કમાણી ધીમી પડશે
'બધાઈ હો' ફિલ્મે છેલ્લા ત્રણ સપ્તાહથી બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. જોકે, દિવાળી પર રજુ થનારી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની રિલીઝ સાથે જ આ ફિલ્મની કમાણી ધીમી પડી જશે. 

ફિલ્મ એનાલિસ્ટો અનુસાર, મધ્યપ્રદેશમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મોની કમાણીનો આંકડો વધી જાય છે. ઉલ્લેખનીય છે કે ત્યાં એન્ટરટેઈનમેન્ટ ટેક્સને કારણે થિયેટર માલિકો હડતાળ પર ઉતર્યા હતા, જે ત્રણ દિવસ પહેલા જ પુરી થઈ છે. 

અમિત શર્માના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ કોમેડી છે. જેમાં એક આધેડ પતિ-પત્નીની સ્ટોરી છે. ફિલ્મમાં આદેઢ મહિલા (નીના ગુપ્તા) ગર્ભવતી થઈ જાય છે.

તેની ગર્ભાવસ્થા આજુ-બાજુના લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે અને સૌથી પહેલા તેના બંને પુત્ર એટલે કે નકુલ (આયુષ્યમાન ખુરાના) અને ગુલર (શાર્દુલ રાણા)ને તેના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આ ફિલ્મમાં બાળકોનાં પિતાની ભૂમિકામાં ગજરાજ રાવ છે. 

આ ફિલ્મમાં આધેડ દંપતિના પુત્રની ભૂમિકા ભજવનારા આયુષ્યમાન ખુરાનાએ જણાવ્યું કે, ફિલ્મને દર્શકો તરફથી મળેલી પ્રતિક્રિયા અને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાથી તે ઘણો જખુશ છે. 

આ ફિલ્મમાં સુરેખા સિકરી, ગજરાજ રાવ અને શાર્દુલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકામાં છે. 'બધાઈ હો' ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news