GAY બનીને પ્રેમમાં પાગલ બનેલા આયુષ્યમાનની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું ટ્રેલર થયું રિલીઝ

ડ્રીમ ગર્લ અને બાલા બાદ આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ (Shubh Mangal Zyada Saavdhan) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્યમાન એક ગે વ્યક્તિના રોલમાં છે. ટ્રેલરની શરૂઆતમાં આયુષ્યમાનને એક શખ્સ પૂછે છે કે, તમે ક્યારે નક્કી કર્યું કે ગે બનશો. ત્યારે મજેદાર જવાબ મળે છે. જિતેન્દ્ર અને આયુષ્યમાન બંને પોતાના પ્રેમની લડાઈ પરિવારવાળાઓ સાથે લડતા દેખાય છે. ટ્રેલરમાં આયુષ્યમાન અને જિતેન્દ્ર લિપલોક કરતા પણ દેખાય છે. નીના ગુપ્તા અને ગજરાજ પોતાના પુત્રને સુધારવા માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ બંને યુવકો માનવા માટે તૈયાર નથી. ટ્રેલરમાં ડાયલોગ્સ પણ મજેદાર છે. બેકગ્રાઉન્ડમાં ‘પ્યાર બિના ચેન કહા રે...’ ગીત વાગી રહ્યું છે, જે સુખદ અનુભવ આપે છે.
GAY બનીને પ્રેમમાં પાગલ બનેલા આયુષ્યમાનની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું ટ્રેલર થયું રિલીઝ

નવી દિલ્હી :ડ્રીમ ગર્લ અને બાલા બાદ આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ (Shubh Mangal Zyada Saavdhan) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્યમાન એક ગે વ્યક્તિના રોલમાં છે. ટ્રેલરની શરૂઆતમાં આયુષ્યમાનને એક શખ્સ પૂછે છે કે, તમે ક્યારે નક્કી કર્યું કે ગે બનશો. ત્યારે મજેદાર જવાબ મળે છે. જિતેન્દ્ર અને આયુષ્યમાન બંને પોતાના પ્રેમની લડાઈ પરિવારવાળાઓ સાથે લડતા દેખાય છે. ટ્રેલરમાં આયુષ્યમાન અને જિતેન્દ્ર લિપલોક કરતા પણ દેખાય છે. નીના ગુપ્તા અને ગજરાજ પોતાના પુત્રને સુધારવા માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ બંને યુવકો માનવા માટે તૈયાર નથી. ટ્રેલરમાં ડાયલોગ્સ પણ મજેદાર છે. બેકગ્રાઉન્ડમાં ‘પ્યાર બિના ચેન કહા રે...’ ગીત વાગી રહ્યું છે, જે સુખદ અનુભવ આપે છે.

Budgetથી આશા લગાવીને બેઠા છો તો ક્યાં રૂપિયા લગાવવા તે પણ જાણી લો? આ રહી કામની ટિપ્સ 

ટ્રેલરમાં નીના ગુપ્તા કહી રહી છે કે, સુપ્રિમ કોર્ટ જે ફટાકડા પર ચર્ચા કરી રહી છે, તે પોતાના આંગણામાં ફૂટી રહ્યાં છે. આયુષ્યમાને પોતાના લૂકમાં પણ બદલાવ કર્યો છે. તે નાકમાં નાની રિંગ પહેરેલો દેખાય છે. ટ્રેલર રિલીઝ થતા જ જબરદસ્ત વાયરલ થઈ ગયું છે. આ પર મજેદાર કોમેન્ટ્સ પણ આવી રહ્યાં છે. 

આ પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું. જેમાં આયુષ્યમાનને જિતેન્દ્રના ખોળામાં બેસેલો દેખાડાયો છે. જેણે દુલ્હાનો ડ્રેસ પહેર્ય છે. તે લગ્નની ખુરશી પર બેસ્ય છે, અને પરિવારના અન્ય લોકો તેઓને અલગ કરવાનો પ્રયાસ કરતા દેખાય છે. 

આયુષ્યમાન આ ફિલ્મને લઈને બહુ જ ઉત્સુક છે. તેણે કહ્યું કે, એક મનોરંજક ફિલ્મ હોવાના નાતે તેને વધુ લોકો સુધી પહોંચાડવી અને તેમનુ મનોરંજન કરવાનું પસંદ કરીશ. હું એવી ફિલ્મ પસંદ કરું છુ, જેને આખો પરિવાર સાથે મળીને થિયેટરમાં સાથે બેસીને જોઈ શકે. એક કલાકાર તરીકે તમે આ ફિલ્મનો આનંદ લઈ શકશો અને વિચાર-વિમર્શ તેમજ અમલ કરવા લાયક એક સંદેશ પોતાની સાથે ઘરે લઈ જાવ છો. આ એક આનંદ છે, બીજુ કંઈ જ નથી.

ઉલ્લેખનીય છે કે, બધાઈ હો બાદ આ ફિલ્મમાં આયુષ્યમાન ફરીથી નીના ગુપ્તા અને ગજરાજ રાવ સાથે નજર આવી રહ્યાં છે. આ ફિલ્મમાં મનુ ઋષિ અને સુનીતા રાજવાર પણ મહત્વની ભૂમિકામાં છે. ભૂમિ પેંડનેકર પણ આ ફિલ્મમાં કેરિયો રોલમાં નજર આવશે. ફિલ્મના ડાયરેક્ટર હિતેશ કેવલ્યા છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને આનંદ એલ રોય કરી રહ્યાં છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news