બોલિવૂડે પાઠ ભણવા જોઈએ આ Hollywood Star પાસેથી, 700 કરોડ રૂ. દાન કરી દીધા 'આ' કામ માટે
આ કામની સારી અસર આખી દુનિયા પર પડશે
Trending Photos
મુંબઈ : હોલિવૂડના ઓસ્કાર અવોર્ડ વિજેતા એક્ટર લિયોનાર્ડો કેપ્રિયો લાંબા સમયથી ક્લાઇમેટ ચેન્જના ફિલ્ડમાં કામ કરી રહ્યો છે. તેણે આ ક્ષેત્રમાં કામ કરવા માટે પોતાના ફાઉન્ડેશન મારફત લગભગ 700 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લિયોનાર્ડો ઇસેપ્શન, ટાઇટેનિક તેમજ ધ રૈવેનેંટ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તે ભારતમાં પણ બહુ લોકપ્રિય છે.
લિયોનાર્ડોએ પોતાના ફાઉન્ડેશન મારફતે લગભગ 700 કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. આ રકમ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે લડવામાં વાપરવામાં આવશે.
Defending the Amazon has never been more urgent for our planet. Proud to support one of my favorite organizations, @AFrontlines. @dicapriofdn will be matching recurring donations made through all of 2019. Join me and protect a rainforest we all depend on: https://t.co/vYSRqUtIaa. pic.twitter.com/k9VwIYXly6
— Leonardo DiCaprio (@LeoDiCaprio) December 15, 2018
નોંધનીય છે કે હોલિવૂડ અભિનેતા લિયોનાર્ડોએ તાજેતરમાં ફૂટવેર કંપની 'ઓલબર્ડ્સ'માં રોકાણ કર્યું છે. તેનાથી લાંબા સમય સુધી અને પર્યાવરણ માટે અનુકૂળ ફેશનનું ચલણ લોકોની વચ્ચે વધવામાં મદદ મળશે. પીપલ્સ ડોટ કોમ અનુસાર પર્યાવરણ માટે જાગૃત અભિનેતા જળવાયુ અને પર્યાવરણીય પરિવર્તન સામે યુદ્ધમાં સક્રિય છે અને હવે તેઓ પર્યાવરણને અનુકૂળ ફૂટવેર કંપનીમાં રોકાણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે