બે સંતોનોની માતા અને 42 વર્ષની ઉંમરે Mrs. India Universe બની કર્નલની પત્ની, તસવીર જોઈને ઉંડી જશે હોંશ

આજે અમે તમને એક એવી જ મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે લગ્નના લગભગ 22 વર્ષ પછી પોતાનું સપનું પુરું કર્યું છે. પોતાના સપનાને પુરું કરવામાં તેમનો પરિવારે ઘણો સપોર્ટ કર્યો છે. આ મહિલા બાળપણથી જ ફેશન ફીલ્ડમાં નામ કમાવવા માંગતી હતી.

બે સંતોનોની માતા અને 42 વર્ષની ઉંમરે Mrs. India Universe બની કર્નલની પત્ની, તસવીર જોઈને ઉંડી જશે હોંશ

નવી દિલ્હી: લગ્ન બાદ ભારતીય મહિલાઓનું ધ્યાન સૌથી વધુ કેસમાં પોતાના ફેમિલી પર કેન્દ્રિત હોય છે. ઘણી મહિલાઓ એવી પણ છે, જેમના પર લગ્ન બાદ જવાબદારી વધવાથી અને બાળકો પૈદા થયા બાદ પોતાનું કરિયર છોડી દે છે. જ્યારે અમુક ફેમિલી એવી પણ છે, જેમાં લગ્ન પછી પણ પોતાની પુત્રવધૂના સપના પુરા કરવા માટે સપોર્ટ પણ કરે છે.

આજે અમે તમને એક એવી જ મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે લગ્નના લગભગ 22 વર્ષ પછી પોતાનું સપનું પુરું કર્યું છે. પોતાના સપનાને પુરું કરવામાં તેમનો પરિવારે ઘણો સપોર્ટ કર્યો છે. આ મહિલા બાળપણથી જ ફેશન ફીલ્ડમાં નામ કમાવવા માંગતી હતી. હવે તેમણે 42 વર્ષની ઉંમરમાં મિસિસ ઈન્ડિયા યૂનિવર્સ 2022નો એવોર્ડ મેળવ્યો છે.

કોણ છે મિસિસ ઈન્ડિયા યૂનિવર્સ 2022નો એવોર્ડ જીતનાર લેડી
મિસિસ ઈન્ડિયા યુનિવર્સ 2022નો ખિતાબ જીતનાર મહિલાનું નામ શ્વેતા જોશી દહડા છે. શ્વેતાએ જણાવ્યું હતું કે, મારો જન્મ અમૃતસરમાં થયો હતો અને મારો સ્કૂલ-કોલેજનો અભ્યાસ પણ અમૃતસરમાં જ થયો હતો. લગ્ન પછી મેં B.Ed કર્યું. મારા પતિની પોસ્ટિંગ હૈદરાબાદમાં છે, જેનું નામ કર્નલ રમણ ઢાડા છે. મારા પતિએ દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો અને મારી પડખે ઊભા રહ્યા.

No description available.

શ્વેતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મનમાં શરૂઆતથી જ ફેશન ફીલ્ડમાં જવાની ઉત્સુકતા હતી. મેં લગ્ન બાદ આર્મીની ઈવેન્ટ્સમાં ઘણી વખત ભાગ લીધો, પરંતુ ઈન્ડિવિઝુઅલ રૂપથી આ મારી પહેલી કોમ્પિટિશન હતી, જેમાં પહેલીવારમાં જ મિસિસ ઈન્ડિયા યૂનિવર્સ 2022નો એવોર્ડ મળ્યો.

19 વર્ષની છે પુત્રી
શ્વેતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી 19 વર્ષની છે અને દીકરો 15 વર્ષનો છે. હું આ ફીલ્ડમાં ઘણા સમય પહેલા આવવા માંગતી હતી, પરંતુ પરિવારની જવાબદારીના કારણે મેં શરૂઆતમાં વધુ ધ્યાન આપ્યું નહોતું. પરંતુ મારા મનમાં એ વાત જરૂર ચાલતી હતી કે મારે કંઈને કંઈ આ ફીલ્ડમાં કરવું છે. ત્યારબાદ મને આ કોમ્પિટિશન વિશે જાણવા મળ્યું અને ફરીથી જયપુરમાં આયોજિત મિસિસ ઈન્ડિયા યૂનિવર્સ 2022માં ભાગ લીધો. ફાઈનલ ઈવેન્ટના દિવસે મને પ્લેટિનમ કેટેગરીમાં વિનર જાહેર કરવામાં આવી.

ફિટનેસ ટ્રેનર છે શ્વેતા
શ્વેતાએ જણાવ્યું હતું કે, મેં 8 વર્ષ પહેલા ફિટનેસમાં સર્ટિફિકેશન કર્યું હતું. ત્યારબાદથી હું આર્મી કેંટમાં આર્મીવાળાઓની ફેમિલીને ટ્રેનિંગ પણ આપી રહી છું. હું હંમેશાંથી ફિટનેસને લઈને ઘણી અવેયર રહી છું. એટલા માટે મને ફિટ રહેવા અને તેના વિશે ભણવામાં ઘણી મઝા આવતી હતી. હવે જ્યારે મને આ ટાઈટલ મળ્યું છે, તો હું કોઈ NGO સાથે જોડાવવા માંગું છું અને ફિટનેસ માટે મહિલાઓમાં અવેયરનેસ લાવવા માંગું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news