સૂરોની મલ્લિકા આશા તાઈનો જન્મ દિવસ, જાણો 10 વર્ષથી શરૂ કરેલી સફરની સંઘર્ષ ગાથા

સૂરોની મલિકા અને આશા તાઈ તરીકે જાણીતા આશા ભોસલે 89 વર્ષના થયા છે. તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. પરંતુ આશા ભોસલેની એવી કેટલીક વાતો છે જે તમે નહીં જાણતા હો.

સૂરોની મલ્લિકા આશા તાઈનો જન્મ દિવસ, જાણો 10 વર્ષથી શરૂ કરેલી સફરની સંઘર્ષ ગાથા

નવી દિલ્હીઃ આજે આશા ભોંસલેનું નાજ જ કાફી છે. કોઈ પણ વ્યક્તિ તેમનું નામ આવે એટલે ઓળખી શકે છે.  પરંતુ આજે જે સ્થાન પર આશા ભોંસલે છે ત્યાં પહોંચવા માટે તેમણે ખુબ જ સંઘર્ષ કર્યો છે. માત્ર 9 વર્ષની ઉંમરે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તો આવો જાણીએ પિતાને ગુમાવ્યા બાદ કેવી રીતે આશાજી સૂરોની સફરમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું.

બહેન લતા મંગેશકર સાથે કરી શરૂઆત-
આશા ભોંસલે 9 વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ પરિવારને મદદ કરવા માટે તેમણે મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને ગાવાનું શરૂ કર્યું હતું. આશા ભોંસલે 20 ભાષાઓમાં 12 હજારથી વધુ ગીતો ગાયા છે. એટલું જ નહીં પણ એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. જેથી ભારત સરકારે તેમને વર્ષ 2000માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

15 વર્ષ મોટા વ્યક્તિ સાથે થયા પ્રથમ લગ્ન-
આશા તાઈ માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈ તેમના સેક્રેટરી 31 વર્ષીય ગણપતરાવ ભોસલે સાથે લગ્ન થયા હતા. પરંતુ આ લગ્ન 11 વર્ષ સુધી જ ચાલ્યા હતા. વર્ષ 1960માં સાસરિયાના ત્રાસથી કંટાળી આશા તાઈ બાળકો સાથે પતિનું ઘર છોડ્યું હતું. અને બાળકો સાથે મામાના ઘરે રહેવા જતી રહી હતી. તે સમયે તેઓ ગર્ભવતી પણ હતા.

જાણીતા ગાયકોએ છોડેલા ગીત ગાઈને કરી શરૂઆત-
60ના દાયકામાં આશા ભોસલે ઘણીવાર લતા, શમશાદ બેગમ અને ગીતા દત્ત દ્વારા છોડી દેવામાં આવેલા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. પરંતુ વર્ષ 1952માં ફિલ્મ સંગદિલથી આશાજીને તેમની ઓળખ મળી. આશા તાઈએ પોતાનું પહેલું ગીત વર્ષ 1943માં આવેલી મરાઠી ફિલ્મ માઝા બલમાં ગાયું હતું. 

પંચમ દા સાથે કર્યા બીજા લગ્ન-
પહેલાં લગ્ન તૂટ્યા બાદ 20 વર્ષ સુધી આશા ભોસલે એકલા રહ્યા હતા.  પરંતુ 47 વર્ષની ઉંમરે જાણીતા સંગીતકાર રાહુલ દેવ એટલે કે પંચમ દા સાથે બીજા લગ્ન કર્યા હતા. પંચમ દા તેમનાથી 6 વર્ષ નાના હતા. પંચમ દાના પણ આ બીજા લગ્ન હતા. પંચમ દાના પ્રથમ લગ્ન રીટા પટેલ સાથે થયા હતા. પંરતુ લગ્નના 14 વર્ષ પછી રીટા પટેલનું નિધન થયું હતું. 

લતા અને આશાજીની કહાની પર બની છે ફિલ્મ-
16 વર્ષની ઉંમરે ગણપત રાવ સાથે ભાગીને લગ્ન કરવા બદલે લતા મંગેશંકર નાની બહેન આશાજી પર ખૂબ જ ગુસ્સે થયા હતા. જેથી તેઓ આશા ભોસલાના વિરોધી થઈ ગયા હતા. બંને બહેનોની આ જ કહાની પર ફિલ્મ સાજ પણ બની છે. જેમાં જાણિતા તબલાવાદક ઝાકિર હુસૈને સંગીત આપ્યું હતું.

પરિવાર સાથે જોડાયેલી છે મોટી ટ્રેજડી-
આશા ભોંસલેને પ્રથમ લગ્નથી બે પુત્રો અને એક પુત્રી સહિત ત્રણ બાળકો હતા. તેમની પુત્રી વર્ષાએ સ્પોર્ટ્સ રાઈટર હેમંત કેંકરે સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 1998માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ તે માતા સાથે રહેવા મુંબઈ આવી ગઈ હતી. પરંતુ ઓક્ટોબર 2012માં 56 વર્ષની ઉંમરે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તે જ સમયે વર્ષ 2015માં 66 વર્ષની ઉંમરે આશાજીના મોટા પુત્ર હેમંતનું કેન્સરથી અવસાન થયું હતું.

નવા ગીત આશાજીને નથી પસંદ-
આશાજીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આજના આધુનિક યુગમાં લોકો પાસે વિચારવા માટે વધુ સમય નથી. આજકાલ લોકોનો વધારે પડતો સમય ફોન પર જ પસાર થાય છે. હવે પહેલાની જેમ કોઈ સારા ગીતો લખતું નથી. આજના યુગના ગીત એટલા માટે જ તેમને પસંદ નથી. તો બોલીવુડથી દૂર રહેવા અંગે કહ્યું હતું કે મને ન તો પૈસાની જરૂર છે અને ના તો પ્રસિદ્ધિની જરૂર છે. મેં ઈન્ડસ્ટ્રીમાં મારું નામ બનાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news