જ્યોર્જિયાએ કહ્યું અરબાઝ સાથે લગ્નનો કોઈ વિચાર નથી, કહ્યું મલાઈકા તો બહુ સારી કહેવાય...!

થોડા દિવસો પહેલા મીડિયામાં સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે જ્યોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. જેના પર હવે મોડલ અને અભિનેત્રીએ પોતાનું મૌન તોડતા પ્રથમ વખત તેના અને અરબાઝના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

જ્યોર્જિયાએ કહ્યું અરબાઝ સાથે લગ્નનો કોઈ વિચાર નથી, કહ્યું મલાઈકા તો બહુ સારી કહેવાય...!

મુંબઈઃ સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા આજકાલ ખુબ ચર્ચામાં છે. મલાઈકા અરોરા સાથેના ડિવોર્સ બાદ અરબાઝ જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો છે. બન્ને અનેક વખતે જાહેરમાં વિવિધ સ્થળો પર એક સાથે જોવા મળ્યાં છે. મોટા ભાગે જ્યોર્જિયા અરબાઝ ખાનના ઘરે પણ જોવા મળે છે. બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ અરબાઝ ઈટાલિયન અભિનેત્રી અને મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ અને જ્યોર્જિયા લગભગ ચાર વર્ષથી એકબીજાના સંબંધમાં છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. ત્યારે હવે દરેકના મનમાં એક પ્રશ્ન છે કે અરબાઝ અને જ્યોર્જિયાનો લગ્નનો શું પ્લાન છે? હવે આ વિશે ખુદ જ્યોર્જિયાએ વાત કરી છે.

થોડા દિવસો પહેલા મીડિયામાં સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે જ્યોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. જેના પર હવે મોડલ અને અભિનેત્રીએ પોતાનું મૌન તોડતા પ્રથમ વખત તેના અને અરબાઝના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

જોકે, બન્ને ક્યારે લગ્ન કરવાના છે એ મુદ્દો પણ હંમેશા ચર્ચામાં હોય છે. ત્યારે આ બધાની વચ્ચે જ્યોર્જિયાએ એક ઈન્ટવ્યૂમાં કહ્યુંકે, હાલ લગ્નનો અમારો કોઈ પ્લાન નથી અમે માત્ર સારા મિત્રો છીએ, લગ્ન વિશે અમે કઈ વિચાર્યું નથી. વિગતવાર વાત કરીએ તો હાલમાં જ બોલિવૂડ હંગામાને આપેલા તેના તાજેતરના ઈન્ટરવ્યુમાં જ્યોર્જિયાએ જણાવ્યું છે કે તેના અને અરબાઝના લગ્ન માટે શું પ્લાન છે? તેણે કહ્યું, “મેં કહ્યું તેમ અમે સારા મિત્રો છીએ. અને જ્યાં સુધી લગ્નની વાત છે અને સાચું કહું તો આ એવી વસ્તુ છે જેના વિશે અમે બંને બિલકુલ વિચારતા નથી. 

જ્યોર્જિયા એન્ડ્રિયાનીના આ જવાબ પરથી લાગે છે કે હાલમાં અરબાઝ અને તેના લગ્નનો કોઈ પ્લાન નથી. જ્યોર્જિયા અને અરબાઝ ઉંમરના તફાવતને લઈને પણ ચર્ચામાં રહે છે. બંનેની ઉંમરમાં લગભગ 20 વર્ષનું અંતર છે. હાલમાં જ આ વિશે વાત કરતી વખતે અરબાઝે કહ્યું હતું કે તેમની વચ્ચે ઉંમરનું મોટું અંતર હોઈ શકે છે. પરંતુ બંનેમાંથી કોઈને પણ આ વાતનો અનુભવ થયો નથી. અને બન્નેમાંથી કોઈને આ વાતનો સહેજ પણ વાંધો નથી.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની મલાઈકા અરોરાથી અલગ થયા બાદ સલમાન ખાનનો ભાઈ અને બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન ઈટાલી સ્થિત મોડલ અને ડાન્સર જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને મીડિયાથી છુપાવ્યા નથી. સોશિયલ મીડિયા પર પણ બંને ખુલ્લેઆમ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ અને મિત્રતા વ્યક્ત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news