Anupamaa Promo: હવે આવશે અસલ મજા! અનુજ-અનુપમાનો જડબાતોડ જવાબ સાંભળી માયાના ઉડશે હોશ, Video

ટીવી સીરિયલ અનુપમા હાલના દિવસોમાં દર્શકોની નારાજગીનો સામનો કરી રહી છે. જેની આસર ટીઆરપી ઉપર પણ પડતી જોવા મળી રહી છે. જ્યાં શો ટોપ 10 શોની યાદીમાં ત્રીજા જો કે મેકર્સ સિરીયલની કહાનીમાં નવો ટ્વિસ્ટ લાવવા તૈયાર છે, જેનો અંદાજો પણ સિરીયલના અપકમિંગ એપિસોડના નવા પ્રોમોથી લગાવી શકાય છે. આ પ્રોમો જોઈને દર્શકો ખુબ ખુશ થવાના એ વાત તો  ચોક્કસ છે. 
Anupamaa Promo: હવે આવશે અસલ મજા! અનુજ-અનુપમાનો જડબાતોડ જવાબ સાંભળી માયાના ઉડશે હોશ, Video

Anupamaa Written Update: ટીવી સીરિયલ અનુપમા હાલના દિવસોમાં દર્શકોની નારાજગીનો સામનો કરી રહી છે. જેની આસર ટીઆરપી ઉપર પણ પડતી જોવા મળી રહી છે. જ્યાં શો ટોપ 10 શોની યાદીમાં ત્રીજા જો કે મેકર્સ સિરીયલની કહાનીમાં નવો ટ્વિસ્ટ લાવવા તૈયાર છે, જેનો અંદાજો પણ સિરીયલના અપકમિંગ એપિસોડના નવા પ્રોમોથી લગાવી શકાય છે. આ પ્રોમો જોઈને દર્શકો ખુબ ખુશ થવાના એ વાત તો  ચોક્કસ છે. 

ફેન પેજ દ્વારા શેર કરાયેલા લેટેસ્ટ પ્રોમોમાં લીલા અનુપમાને કહે છે કે તે સમજી શકતી નથી કે અનુજ અને અનુપમા હજુ પણ સાથે છે કે નહીં. જેના પર અનુપમા જવાબ આપે છે કે તેમના રસ્તા અલગ છે, આમ છતાં તેઓ એક બીજાને પ્રેમ કરે છે. આ વાત સાંભળીને  બીજી બાજુ માયા ભડકી જાય છે અને અનુજને અનુપમાને ડિવોર્સ આપવાની વાત કરે છે. પરંતુ અનુજ જવાબ આપતા કહે છે કે તે અનુપમાને ડિવોર્સ આપવાની જગ્યાએ મરવાનું પસંદ કરશે અને તેને ફરીથી ડિવોર્સ અંગે બોલવાની હિંમત ન કરાની ચેતવણી આપતા અનુપમા અને અનુજ સાથે જડબાતોડ જવાબ આપે છે. આ પ્રોમો જોયા બાદ ફેન્સ પોતાના રિએક્શન આપ્યા વગર રહી શકશે નહીં. 

લેટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો અનુપમા અને અનુજ સાથે હોવાના કારણે કાપડિયા અને શાહ પરિવાર પરેશાન જોવા મળી રહ્યા છે. જ્યારે વનરાજ, માયા અને બરખા પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. અનુપમા અને અનુજ શાહ હાઉસ પહોંચે છે ત્યારે મોટી બબાલ જોવા મળે છે. જ્યાં માયા, અનુપમા પર અનુજને છીનવાનો આરોપ લગાવે છે. મગરના આંસુ સારીને અનુજને ભ્રમિત કરવાનો આરોપ પણ લગાવે છે. જો કે અનુજ તેને ચૂપ રહેવાની ચેતવણી આપે છે, જેના પર વનરાજ પણ સવાલ ઉઠાવે છે. પરંતુ અનુપમા તેને પૂછે છે કે તે પતિ અને ત્ની વચ્ચે હસ્તક્ષેપ કરનાર કોણ છે અને માયા તથા બધાને જણાવે છે કે તેઓ પતિ પત્ની છે અને કોઈને પણ અધિકાર નથી. આ વાત સાંભળીને બધા દંગ રહી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news