Anupama Upcoming 5 Twists: મોટો ટ્વિસ્ટ, ઘરમાં આ કપલના થશે છૂટાછેડા!, કાવ્યાનું ખૂંખાર રૂપ જોવા મળશે

રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર ફેમસ ટીવી શો અનુપમાની કહાની હાલના દિવસોમાં ખુબ જ ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સામે આવી રહી છે. વીતેલા સમયમાં અનુપમા તેના પરિવારને છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ચૂકી છે. તેના નવા ઘરના દિવાળી સેલિબ્રેશનમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે. આવનારા દિવસમાં અનુપમામાં આ 5 નવા ટ્વિસ્ટ આવવાની શક્યતા છે. 

Anupama Upcoming 5 Twists: મોટો ટ્વિસ્ટ, ઘરમાં આ કપલના થશે છૂટાછેડા!, કાવ્યાનું ખૂંખાર રૂપ જોવા મળશે

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર ફેમસ ટીવી શો અનુપમાની કહાની હાલના દિવસોમાં ખુબ જ ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સામે આવી રહી છે. વીતેલા સમયમાં અનુપમા તેના પરિવારને છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ચૂકી છે. તેના નવા ઘરના દિવાળી સેલિબ્રેશનમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે. આવનારા દિવસમાં અનુપમામાં આ 5 નવા ટ્વિસ્ટ આવવાની શક્યતા છે. 

કાવ્યા અને લીલાનું બોન્ડિંગ કરશે બધુ તબાહ
હાલ જોવા મળી રહ્યું છે કે કાવ્યા, અનુપમા વિરુદ્ધ બાને ભડકાવવામાં સતત સફળ થઈ રહી છે. આ સાથે જ તેણે બાપૂજી ઉપર પણ જાળ ફેકવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ ગઈ. હવે આવનારા સમયમાં જોવા મળશે કે કાવ્યા અને બાનું આ બોન્ડિંગ અનુપમાના જીવનમાં અનેક પરેશાનીઓ લઈને આવશે. બંને મળીને દર વખતે અનુપમાનું અપમાન કરવો નવો પ્લાન બનાવીને શોને મસાલેદાર બનાવી રાખશે. 

તૂટશે બા-બાપુજીનો સંબંધ?
જોવા મળે છે કે બાપુજી અને બા વચ્ચે સતત અનુપમાને લઈને અંતર વધી રહ્યું છે., હદ તો ત્યારે થઈ જ્યારે બાપુજીએ બાને છોડીને અનુપમાના ઘરે દિવાળી ઉજવવાનો નિર્ણય લીધો. બાને પણ હવે એ મહેસૂસ થઈ રહ્યું છે કે તેમના પતિ દૂર જઈ રહ્યા છે. પરંતુ તેમને સમજમાં નથી આવતું કે આ અંતર તેમના જીવનમાં ઘણી મુશ્કેલી પેદા કરી શકે છે. કારણ કે હાલાત જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં બા અને બાપુજી પણ અલગ થઈ જશે. 

કિંજલ અને પારિતોષ પણ થશે અલગ!
ગત એપિસોડમાં આપણે જોયું કે અનુપમાની ખુશીઓને તબાહ કરવા કોઈ અન્ય નહીં પરંતુ તેનો પોતાનો પુત્ર પારિતોષ જ આગળ આવ્યો છે. તે તેની મા અને અનુજના સંબંધ પર સવાલ ઉઠાવી રહ્યો છે. જ્યારે અનુપમાને તે ઐય્યાશ અને ચરિત્રહીન ગણાવતા પણ ચૂક્યો નહી. પત્ની કિંજલ પૂરી રીતે સાસુ અનુપમા સાથે છે. પરંતુ હે અનુપમાના કારણે કિંજલ અને પારિતોષ વચ્ચે પણ અંતર જોવા મળી રહ્યું છે. પારિતોષ કિંજલને ટોણો પણ મારી ચૂક્યો છે કે તે સારી પત્ની કેમ બનતી નથઈ. હાલ પારિતોષ તેના સાસુના પેન્ટહાઉસમાં કિંજલથી દૂર રહે છે. હવે આ તમાશા બાદ કિંજલ પણ તેને છોડવાનો નિર્ણય લઈ શકે છે. 

અનુજ અને અનુપમાના દુશ્મનો ભેગા થશે
આવનારા દિવસોમાં જોવા મળી શકે છે કે અનુપમા અને અનુજના બધા દુશ્મનો મળીને પ્લાનિંગ કરી શકે છે. જેમાં કિંજલની માતા રાખી દવે, નંદીનીનો એક્સ બોયફ્રેન્ડ રોહન, વનરાજ અને કાવ્યા છે. આ બધા આવનારા સમયમાં ટીમ બનાવીને  બંને વિરુદ્ધ ષડયંત્ર રચતા જોવા મળી શકે છે. 

કાવ્યા બનશે માલિકણ, બાની થશે દુર્દશા
આવનારા દિવસોમાં એ પણ જોઈ શકો છો કે કાવ્યા સમગ્ર ઘરની માલિકણ બની બેઠી છે. કારણ કે આપણે જોયું કે અનુપમાને પોતાનું નવું ઘર મળતા, અને ડોલી દ્વારા પ્રોપર્ટ પર સાઈન થતા, કાવ્યાને લીલા પર પૂરેપૂરું નિયંત્રણ મેળવવાની સોનેરી તક મળશે. હે ઘરમાં ફક્ત બા અને બાપુજીનો જ હિસ્સો બાકી છે અને તેને પણ પોતાના હાથમાં લઈને કાવ્યા માલિકણ બની બાને ઘરન કામવાળી બનાવી શકે છે. આમ પણ કાવ્યાએ શરૂઆતમાં બા પાસેથી ટોણા બહુ સાંભળ્યા છે જેનો બદલો તે અનુપમાની ગેરહાજરીમાં લઈ શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news