Anupamaa-Anuj ની સુગાહરાતના ફોટા થયા વાયરલ, શો પહેલાં જ ફેન્સને મળી ગયો આખો આલ્બમ?

ટીવી શો 'અનુપમા' (Anupamaa) TRP લિસ્ટમાં સતત ટોપ પર છે અને મેકર્સ આ શોને નંબર વન બનાવી રાખવા માટે કોઇ કસર છોડી રહ્યા નથી. શોની TRP માં તે સમયે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે આ સિરિયલમાં અનુજ કપાડિયા (Anuj Kapadia) ની એન્ટ્રી થઇ.

Anupamaa-Anuj ની સુગાહરાતના ફોટા થયા વાયરલ, શો પહેલાં જ ફેન્સને મળી ગયો આખો આલ્બમ?

નવી દિલ્હી: ટીવી શો 'અનુપમા' (Anupamaa) TRP લિસ્ટમાં સતત ટોપ પર છે અને મેકર્સ આ શોને નંબર વન બનાવી રાખવા માટે કોઇ કસર છોડી રહ્યા નથી. શોની TRP માં તે સમયે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે આ સિરિયલમાં અનુજ કપાડિયા (Anuj Kapadia) ની એન્ટ્રી થઇ. ત્યારબાદથી જ ફેન્સ સતત દુઆ કરી રહ્યા હતા કે અનુપમા (Anupamaa) પોતાના એક્સ હસબેંડ વનરાજ (Vanraj Shah) ને છોડીને પોતાના કોલેજના બોયફ્રેન્ડ અનુજ સાથે લાગ્ન કરી લે. 

પ્રેમમાં પાગલ થયા અનુજ-અનુપમા
સમય પસાર થઇ ગયો અને કહાનીમાં ઘણા વળાંક આવ્યા. હવે આખરે અનુપમા (Anupama) ને અનુજ (Anuj) ના પ્રેમનું મહત્વ સમજાઇ ગયું અને તેને પણ વનરાજ (Vanraj) ને છોડીને અનુજની તરફ પ્રેમનું પ્રથમ પગલું વધારી દીધું છે. બંને લગ્ન ગમે ત્યારે કરે પરંતુ બંનેના લગ્નના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા છે. ફેન્સ પાસે આ ફોટા પહોંચી ગયા છે અને તેમને ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. 


સુહાગરાત સુધીના ફોટા થયા વાયરલ
ફક્ત અનુપમા-અનુજ (Anupama-Anuj) ના લગ્ન જ નહી પરંતુ વરસાદમાં રોમાન્સ કરવાથી માંડીને સુહાગરાત સુધીના ફોટા સોશિયલ મેડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. કોઇ ફોટામાં અનુપ પોતાની લવ ઇંટ્રેસ્ટને ખોળામાં ઉઠાવીને સુહાગરાતની સેજ સુધી લઇ જતો જોવા મળી રહ્યો છે તો કોઇ ફોટામાં તે અનુપમા (Anupama) ની માંગમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ફોટાનું સત્ય શું છે?


શું છે વેડિંગ આલ્બમની સચ્ચાઇ?
તમને જણાવી દઇએ કે આ તમામ ફોટા ફોટોશોપ દ્વારા કરવામાં આવ્યા છે અને તેમાં કોઇ બીજા ટીવી શો અથવા ફિલ્મના સીનમાં કપલના ચહેરા પર અનુપમા (Anupama) અને અનુજ (Anuj)ના ચહેરા મોર્ફ કરવામાં આવ્યા છે. ફોટોશોપ કરવામાં આવેલા આ ફોટાને જોઇને ભલે ફેન્સ પોતાના દિલને સુકૂન આપે પરંતુ આ પ્રકારનો નજારો જોવા માટે તમને થોડી રાહ જોવી પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news