VIDEO : આવી રહી છે છોટા ભીમની ધમાકેદાર ફિલ્મ, કુંગ ફુ સ્ટાઇલમાં મચાવશે ધમાલ

આ ઉનાળુ વેકેશનમાં બાળકો છોટા ભીમ સાથે ચીનના પ્રવાસે જઈ શકે છે. યશરાજ બેનર હેઠળ બનેલી ગ્રીન ગોલ્ડની એનિમેશન ફિલ્મ 'છોટા ભીમ કુંગ ફૂ ધમાકા' હવે રિલીઝ માટે તૈયાર છે. આઉનાળુ વેકેશનમાં બાળકો છોટા ભીમની ફિલ્મ જોવાની મજા માણી શકે છે. આ ફિલ્મનું પોસ્ટર અને ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ દોઢ મિનિટના ટ્રેલરમાં છોટા ભીમની સ્ટાઇલનો જબરદસ્ત ડોઝ છે.

VIDEO : આવી રહી છે છોટા ભીમની ધમાકેદાર ફિલ્મ, કુંગ ફુ સ્ટાઇલમાં મચાવશે ધમાલ

નવી દિલ્હી : આ ઉનાળુ વેકેશનમાં બાળકો છોટા ભીમ સાથે ચીનના પ્રવાસે જઈ શકે છે. યશરાજ બેનર હેઠળ બનેલી ગ્રીન ગોલ્ડની એનિમેશન ફિલ્મ 'છોટા ભીમ કુંગ ફૂ ધમાકા' હવે રિલીઝ માટે તૈયાર છે. આઉનાળુ વેકેશનમાં બાળકો છોટા ભીમની ફિલ્મ જોવાની મજા માણી શકે છે. આ ફિલ્મનું પોસ્ટર અને ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ દોઢ મિનિટના ટ્રેલરમાં છોટા ભીમની સ્ટાઇલનો જબરદસ્ત ડોઝ છે. 

ટ્રેલર જોઈને લાગે છે કે છોટા ભીમ નવા ગેટઅપમાં હશે. તે પોતાની ધોતીમાં નહીં પણ કુંગ ફુ ફાઇટરના ડ્રેસમાં હશે. છોટા ભીમ સાથે છુટકી, રાજુ, કાલિયા અને ઢોલુ-મોલુની ગેંગ પણ નવી મુસીબતનો સામનો કરવા તૈયાર છે.

ટ્રેલર જોઈને ખ્યાલ આવે છે કે આ ફિલ્મમાં ચીનની વાર્તા દેખાડવામાં આવશે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સનો પ્રોજેક્ટ છે. આ ફિલ્મને રાજીવ ચિલાકાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના ગ્રાફિક અને એનિમેશ હોલિવૂડની ફિલ્મને ટક્કર આપે એવા બન્યા છે.  આ ફિલ્મ 10 મેના દિવસે હિંદી અને ઇંગ્લિશ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news