જ્યારે અનિલ કપૂરે આમિર ખાનને આપી ખાસ સલાહ, સાંભળીને તમે પણ ચોંકી જશો

અનિલ કપૂર (Anil Kapoor)એ આમિર ખાન (Aamir Khan)નો એક કિસ્સો સંભળાવ્યો છે. જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. 

જ્યારે અનિલ કપૂરે આમિર ખાનને આપી ખાસ સલાહ, સાંભળીને તમે પણ ચોંકી જશો

નવી દિલ્હીઃ બોલીવુડના ઓરએવર યંગ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'મલંગ (Malang)'ના લુકને લઈને તમામની નજરોમાં છવાયેલા છે. તો હવે અનિલ કપૂરે હવે એક એવી વાતનો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. અનિલ કપૂરે જણાવ્યું કે, તેમણે હંમેશા મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનને એક મોટી સલાહ આપી હતી. 

અનિલ કપૂર પોતાની ફિલ્મ 'મલંગ (Malang)'ના ટ્રેલર લોન્ચ પર પોતાના કો-સ્ટાર્સ આદિત્ય રોય કપૂર, દિશા પટની, એલી અવરામ તથા ફિલ્મ ડાયરેક્ટર મોહિત સૂરી અને પ્રોડ્યુસર લવ રંજન, ભૂષણ કુમાર, અંકુર ગર્ગ અને જય શેવાક્રમણની હાજરીમાં મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા. આ વચ્ચે તેમણે આમિરની સાથે થયેલા એક કિસ્સાને સંભળાવ્યો હતો. જેને સાંભળીને તમે દંગ રહી જશો. 

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કેમ્પ કલ્ચર વિશે વાત કરતા તથા 'મલંગ (Malang)'ના પ્રોડ્યુસરોની પ્રશંસા કરતા કપૂરે કહ્યું, 'મારૂ માનવું છે કે અંકુર ગર્ગ અને લવ રંજન જેવા પ્રોડ્યુસરોની જરૂર છે. મેં મોહિત સૂરીને કહ્યું કે, તેઓ તેની સાથે ફિલ્મ બનાવવાનું ચાલું રાખે. મેં હંમેશા ફોન પર આમિર ખાનને કહ્યું કે, તમારે રાજૂ હિરાણીનો સાથ ન છોડવો જોઈએ. જ્યારે પણ બંન્નેની ફિલ્મ જોઉ છું તો આમિરને કહું છું કે, તેમને ક્યારેય છોડવા નહીં. મને હંમેશા લાગે છે કે તમે જો એક સારી ટીમ બનાવી લીધી છે તો પછી તેની સાથે બન્યા રહેવું જોઈએ.'

જુઓ LIVE TV

અનિલ કપૂરે પોતાના 40 વર્ષના ફિલ્મ કરિયરમાં ઘણા ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરોની સાથે કામ કર્યું છે. ફિલ્મ 'મલંગ (Malang)' વેલેન્ટાઇન વીકમાં 7 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news