બોલીવુડમાં પર્દાપણ પહેલા કરણ જોહરના શોમાં પહોંચી અનન્યા પાંડે

અનન્યા સ્ટૂડન્ટ ઓફ ધ યરના બીજા ભાગથી બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. 

બોલીવુડમાં પર્દાપણ પહેલા કરણ જોહરના શોમાં પહોંચી અનન્યા પાંડે

નવી દિલ્હીઃ કરણ જોહરના ટીવી શો 'કોફી વિથ કરણ'ની સિઝનમાં ઘણા નવા ચહેરાઓએ પોતાનું પર્દાપણ કર્યું છે. આવી જ એક નવી અભિનેત્રી છે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે. અનન્યા આ રવિવારે પ્રસારિત થનારા એપિસોડમાં કરણની સ્ટૂડન્ટ ટીમની સાથે આવશે. અનન્યા સ્ટૂડન્ટ ઓફ ધ યરના બીજા ભાગમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની સાથે બોલીવુડ એન્ટ્રી લેવા જઈ રહી છે. 

કરણના શોમાં અનન્યાએ કહ્યું કે, તે આ શોમાં આવવાનું ડિઝર્વ કરતી નથી કારણ કે, તેણે અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી. કરણે કહ્યું કે, લોકો પણ તેના વિશે આવું વિચારતા હતા તો અનન્યાએ કહ્યું કે, તે પણ આમ વિચારે છે. 

મહત્વનું છે કે, અનન્યા બોલીવુડમાં પર્દાપણ પહેલાથી ચર્ચામાં છે. અનન્યા સ્ટૂડન્ય ઓફ ધ યરના બીજા પાર્ટ સિવાય કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મ પતિ પત્ની અને વોમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિક પ્રથમવાર ભૂમિ અને અનન્યા સાથે જોવા મળશે. દિગ્દર્શક ભૂષણ કુમાર, જૂનો ચોપડા અને અભય ચોપડા, જેણે ભૂતનાથ રિટર્ન્સનું નિર્માણ કર્યું હતું તે આ ફિલ્મને લઈને ખઉશ છે. ફિલ્મનું ડાયરેક્શન મુદસ્સર અજીજ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news