આલિયા ભટ્ટના ફોનના વોલપેપરે ભાંડો ફોડ્યો, PHOTO થયો વાઈરલ

આલિયાના ફોને હાલ એ વાતની ચુગલી કરી નાખી છે કે આલિયાને રણબીર પ્રત્યે કેટલો પ્રેમ છે. ગત સાંજે આલિયા એક ઈવેન્ટમાં પહોંચી જ્યાં કેમેરામાં તેના ફોનનું વોલપેપર જોવા મળી ગયું. ત્યારબાદથી આલિયાના ફોનની તસવીર વાઈરલ થઈ ગઈ છે. 

આલિયા ભટ્ટના ફોનના વોલપેપરે ભાંડો ફોડ્યો, PHOTO થયો વાઈરલ

નવી દિલ્હી: હાલના દિવસોમાં રીલ લાઈફથી લઈને રિયલ લાઈફ સુધી સુપરસ્ટાર જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચર્ચા છે. ક્યારેક તેમના લગ્નની તારીખ સામે આવે છે તો ક્યારેક તેમના ડેટિંગની તસ્વીરો. સામાન્ય રીતે આ બંને પોતાના સંબંધને લઈને જાહેરમાં કશું બોલતા નથી. પરંતુ રણબીર કપૂરને લઈને આલિયા કેટલી સીરિયસ છે તે વાત જગજાહેર થઈ ગઈ છે. 

આલિયાના ફોને હાલ એ વાતની ચુગલી કરી નાખી છે કે આલિયાને રણબીર પ્રત્યે કેટલો પ્રેમ છે. ગત સાંજે આલિયા એક ઈવેન્ટમાં પહોંચી જ્યાં કેમેરામાં તેના ફોનનું વોલપેપર જોવા મળી ગયું. ત્યારબાદથી આલિયાના ફોનની તસવીર વાઈરલ થઈ ગઈ છે. 

આલિયાના આ વોલપેપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે બંનેનો પ્રેમ કઈ હદે પહોંચી ગયો છે. કારણ કે રણવીર અને આલિયાનો આ ફોટો એકદમ રોમેન્ટિંક અંદાજમાં છે. બંને એકબીજાને ભેંટતા જોવા મળી રહ્યાં છે. વોલપેપરમાં આલિયા ગ્રે અને રણબીર બ્લેક કલરના કપડાંમાં જોવા મળી રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

She wallpaper 💏❤💫❣😻 aww cute😘@aliaabhatt Follow me @ranbir_aliaa 😍💖 #ranbir_aliaa #RanbirKapoor #aliaabhatt picture 🙈😍🌍 😘❤ Lovebirds . @aliaabhatt #ranbirkapoor #aliabhatt #ranlia . #RanLia 😘 #ranbir_aliaa #aliaabhatt #RanbirKapoor • 👉👉PLEASE DOUBLE TAP FOR THIS MOMENT❤❤❤❤👈👈 Please Like and Follow Me Guys🙏🙏🙏🙏🙏🙏 Id _ @ranbir_aliaa Id _ @ranbir_aliaa Id _ @ranbir_aliaa Id _ @ranbir_aliaa • #aedilhaimushkil #filmfareawards2019 #padmaavat #sanju #gullyboy #kalank #brahmastra #ranbir_aliaa #RanbirAlia #RanDeep #RanLia #ranbirdeepika #ranbirkapoor #aliabhatt #deepikapadukone #priyankachopra #kareenakapoor #ranveersingh #katrinakaif #shraddhakapoor #sonamkapoor #anushkasharma • @neetu54 @riddhimakapoorsahniofficial @aliaabhatt

A post shared by RANBIR❤ALIAA 🔵 (@ranbir_aliaa) on

અત્રે જણાવવાનું કે આલિયા અને રણબીર બંને બ્રહ્માસ્ત્રના શેડ્યુલને પૂરું કરવામાં વ્યસ્ત છે. અયાન મુખરજી નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જૂન, અને મૌની રોય પણ છે. બ્રહ્માસ્ત્ર ઉપરાંત આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં પણ જોવા મળશે. જ્યારે રણબીર શમશેરાની શુટિંગમાં વ્યસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news