કોણ છે આ ક્યુટ બેબી, જેની સાથે આલીયા અનોખા અંદાજમાં આ રીતે તસ્વીર પડાવી ?

આલિયા ભટ્ટની એક નાનકડી બાળકી સાથેની તસ્વીર હાલ ખુબ વાઇરલ થઇ રહી છે

કોણ છે આ ક્યુટ બેબી, જેની સાથે આલીયા અનોખા અંદાજમાં આ રીતે તસ્વીર પડાવી ?

નવી દિલ્હી : 'सुन रहा है न तू' ના ગાયક અંકિત તિવારીની પુત્રી આ્યા સાથે અભિનેત્રી આલિયા ભટ્ટને એક સુંદર તસ્વીર વાઇરલ થઇ રહી છે. ગાયકની પુત્રીનું નામ અભિનેત્રીનાં પિતા અને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે પાડ્યું હતું. અંકિતે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી, જેમાં તેની પુત્રી સાથે આલિયા પોઝ આપી રહેલી જોવા મળી રહી છે. આર્યા કોઇ મહિલાના ખભે સુઇ રહી છે અને આલિયાએ પાછળથી તેની સાથે તસ્વીર પડાવી છે. અંકિતે તેના કેપ્શનમાં લખ્યું કે, કેપ્શનની જરૂર નથી. આર્યા અને આલિયા બંન્ને સ્વીટ છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, અંકિત તિવારી ભટ્ટ પરિવારની ખુબ જ નજીકની વ્યક્તિ છે.

ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
અંકિતે પહેલા મીડિયાને કહ્યું હતું કે, ભટ્ટ સાહેબે મને ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા અને તક આપી. હું આજે જે કાંઇ પણ છું તેના કારણે છું અને હું મારી પુત્રી અંગે પણ આવુ જ કાંઇક વિચારુ છું. જ્યારે તે જન્મી તો હું આશિર્વાદ માટે ભટ્ટ સાહેબ પાસે તેને લઇને ગયો હતો. મહેશ ભટ્ટ ને ગાયક-સંગીતકાર તિવારીએ શુક્રવારે જન્મ દિવસની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, મહેશ સરકને જન્મ દિવસની ખુબ શુભકામનાઓ. તમે મારા માટે એક શિક્ષક, દોસ્ત અને પ્રેરણાસ્ત્રોતથી ઘણુ વધારે છો. આગામી સમય તમારા માટે આનંદ લઇને આવે તેવી શુભેચ્છાઓ.

એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
અત્રે ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ તેના પિતાની ફિલ્મ સડક-2ની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે, આલિયા ઝડપથી આ ફિલ્મનુ શુટિંગ ચાલુ કરવાની છે. પરંતુ તેમાં પણ મહત્વની વાત છે કે આલિયાનો રોલ ખુબ જ જબરદસ્ત થવાનો છે. આલિયાએ જણાવ્યું કે, તે પોતાની કારકિર્દીમાં સૌપ્રથમ વખત આવુ પાત્ર નિભાવવાની છે. આ ફિલ્મમાં આલિયાનું પાત્ર ન માત્ર શીખ આપશે પરંતુ તે પોતાની ગત્ત ફિલ્મોની ઇમેજ પણ તોડશે. 

A post shared by Ankit Tiwari (@ankittiwari) on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ શિવસેનાએ આપ્યું મોટું નિવેદન 
બીજી તરફ સડક-2ની વાત કરીએ તો આલિયા ઉપરાંત આદિત્ય રોય કપુર, સંજય દત્ત, પુજા ભટ્ટની મહત્વનાં પાત્રમાં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સડક-2 ફિલ્મ 1991ની સુપર ડુપર હિટ  ફિલ્મ સડકની સિક્વલ છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને પુજાભટ્ટ મુખ્ય ભુમિકામાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news