આલિયા ભટ્ટ બની ગઇ છે સૌથી મોંઘી અભિનેત્રી, સલમાન-શાહરૂખનો નંબર તો ખૂબ પાછળ
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ગત કેટલાક વર્ષોથી ખૂબ સમાચારોમાં રહી છે. પોતાના અંગત જીવનના લીધે તે ચર્ચામાં રહે છે પરંતુ પોતાના પ્રોફેશનલ લાઇફમાં પણ તે સતત ગ્રોથ કરી રહી છે. ફિલ્મોથી માંદીને એડ સુધી દરેક જગ્યાએ આલિયા છવાયેલી છે અને એટલા માટે જ હવે તેમણે તે મુકામ પ્રાપ્ત કરી લીધું છે જેના વિશે જાણીને તમને આશ્વર્ય થશે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ગત કેટલાક વર્ષોથી ખૂબ સમાચારોમાં રહી છે. પોતાના અંગત જીવનના લીધે તે ચર્ચામાં રહે છે પરંતુ પોતાના પ્રોફેશનલ લાઇફમાં પણ તે સતત ગ્રોથ કરી રહી છે. ફિલ્મોથી માંદીને એડ સુધી દરેક જગ્યાએ આલિયા છવાયેલી છે અને એટલા માટે જ હવે તેમણે તે મુકામ પ્રાપ્ત કરી લીધું છે જેના વિશે જાણીને તમને આશ્વર્ય થશે.
આલિયા બની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ
વર્ષ 2021 ની સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂએશન રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ડફ એન્ડ ફેલ્પ્સએ વેલ્યૂ સેલિબ્રેટીઝની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટોપ 10 માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર અને દિપીકા પાદુકોણ જેવા ઇન્ડિયન સેલેબ્સ સામેલ છે. ડફ એન્ડ ફેલ્પ્સએ આ યાદીને 'સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂએશન સ્ટડી, 2021 ના 6મા વર્જનમાં 'ડિજિટલ એક્સેલેરેશન 2.0 ટાઇટલથી જાહેર કર્યું છે. રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ વર્ષ 2021 ની સૌથી મોંઘી સેલિબ્રિટી છે. તેની વેલ્યૂએશન 68.1 મિલિયન આંકવામાં આવી છે.
બ્રાંડ એંડોર્સમેન્ટના લીધે બની મોંઘી અભિનેત્રી
ડફ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ 2021 માં સૌથી મોંઘી મહિલા સેલિબ્રિટીના રૂપમાં ઉભરી. 68.1 મિલિયન ડોલરની વેલ્યૂએશન સાથે, આલિયા ભટ્ટ ચોથા સ્થાન પર છે અને તે ઇન્ડીયા એક્ટ્રેસની કેટેગરીમાં ટોપ પર છે. આલિયા ગત લિસ્ટની તુલનામાં બે રેન્ક ઉપર છે. આલિયા બોલીવુડની સૌથી વ્યસ્ત અભિનેત્રી છે અને ઘણી બ્રાંડ એંડોર્સમેન્ટના લીધે તે હાઇએસ્ટ પેડ અભિનેત્રી બની ગઇ છે.
સલમાન શાહરૂખ ખૂબ પાછળ
જોકે આલિયા ભટ્ટ વર્ષ 2020 સેલેબ બ્રાંડ વેલ્યૂએશન રિપોર્ટમાં છઠ્ઠા સ્થાન પર હતી, પરંતુ તે 68.1 મિલિયન ડોલર સાથે ચોથા સ્થાન પર પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન જેની 2020 ના રિપોર્ટમાં 51.1 મિલિયન ડોલરના બ્રાંડ વેલ્યૂએશન હતી, વર્ષ 2021 ના રિપોર્ટમાં ટોચ બ્રેકેટમાં ક્યાંય નથી. જોકે સલમાન ખાન 51.6 મિલિયન ડોલર સાથે આઠમા સ્થાને યથાવત છે. 2020 ના રિપોર્ટમાં નવા સ્થાને રહેનાર અમિતાભ બચ્ચના રેન્કમાં પણ સુધારો થયો છે. તેનું બ્રાંડ વેલ્યૂએશન 54.2 મિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાન પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે