Alia Bhatt Daughter Name : આલિયા ભટ્ટ-રણબીર કપૂરે પુત્રીનું નામ રાખ્યું 'Raha', જાણો શું થાય છે તેનો અર્થ

Alia Bhatt Daughter Name : બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની પુત્રીનું નામ રિવીલ કરી દીધું છે. આલિયા-રણબીરે પોતાની પુત્રીનું નામ રાહા રાખ્યું છે. આ નામ દાદી નીતૂ કપૂરે રાખ્યું છે. 

Alia Bhatt Daughter Name : આલિયા ભટ્ટ-રણબીર કપૂરે પુત્રીનું નામ રાખ્યું 'Raha', જાણો શું થાય છે તેનો અર્થ

નવી દિલ્હીઃ Alia Bhatt Daughter Name : બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની પુત્રીનું નામ રિવીલ કરી દીધું છે. આલિયા-રણબીરે પોતાના પુત્રીનું નામ રાહા (Raha) રાખ્યું છે. આ નામ દાદી નીતૂ કપૂરે પસંદ કર્યું છે. રણવીર અને આલિયા ભટ્ટે પોતાની નાની પુત્રીનું નામ તો જણાવ્યું સાથે તે નામનો દરેક ભાષામાં અર્થ પણ જણાવ્યો છે. 

આલિયા ભટ્ટ દ્વારા શેર કરેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની નાની દીકરીને હાથમાં લઈને જોવા મળી રહ્યાં છે. દીવાલ પર રાહા નામની એક જર્સી જોવા મળી રહી છે. આ તસવીરને પોતાની ઇન્સ્ટા પર પોસ્ટ કરતા આલિયા ભટ્ટે એક સુંદર કેપ્શન લખ્યું છે. 

આલિયા ભટ્ટ લખે છે કે, 'અમારી દીકરી રાહાનું નામ તેમના દાદીએ પસંદ કર્યું છે, આ નામનો અર્થ ખુબ સુંદર છે... રાહા શુદ્ધ રીતે તેનો અર્થ એક દિવ્ય પથ છે, સ્વાહિલીમાં તેનો અર્થ ખુશી છે, સંસ્કૃતમાં તેનો મતલબ ગોત્ર છે... બાંગ્લામાં તેનો અર્થ આરામ, રાહત છે... અરબીમાં તેનો અર્થ શાંતિ, શુખી, સ્વતંત્રતા છે... અમારી પુત્રીના નામના પ્રથમ અક્ષપનો અમે બધાએ અનુભવ કર્યો છે... થેંક્યૂ રાહા... અમારા જીવનમાં ખુશીઓ લાવવા માટે એમ લાગી રહ્યું છે કે અમારી જીવન જીવવાનું હજુ શરૂ થયું છે.'

આલિયા ભટ્ટના ફેન્સ આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે. માત્ર થોડા સમયમાં લાખો લોકોએ લાઇક કરી છે. બોલીવુડના સેલેબ્સ પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તો ફઈ રિદ્ધિમા કપૂરથી લઈને ઘરના બાકી સભ્યોએ પણ આ પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news