Aksahy Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલાયું, આ હશે નવું ટાઇટલ

અક્ષય કુમાર (Aksahy Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ (Laxmmi Bamb)' નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાં જ પોતાની જોરદાર કોમેડી અને થ્રિલર સીન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું.

Aksahy Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલાયું, આ હશે નવું ટાઇટલ

મુંબઇ: અક્ષય કુમાર (Aksahy Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ (Laxmmi Bamb)' નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાં જ પોતાની જોરદાર કોમેડી અને થ્રિલર સીન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું. અક્ષય કુમારનું ટ્રાંસજેંડરનું પાત્ર ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડાંક દિવસ પહેલાં મેકર્સે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિલીઝથી ઠીક 10 દિવસ પહેલાં ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. 

આજે ગુરૂવાર રાઘવ લોરેન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઇ અને સ્ક્રીનિંગ બાદ મેકર્સે સીબીએફસી ( CBFC) ની સાથે ચર્ચા કરી. પોતાના દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતાં અને તેનું સન્માન કરતાં ફિલ્મના નિર્માતા-શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે પોતાની ફિલ્મનું ટાઇટલ બદલવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી અભિનીત હોરર-કોમેડી ફિલ્મનું ટાઇટલ હવે 'લક્ષ્મી (Laxmmi)' છે. 

રાઘવ લોરેન્સ દ્વારા નિર્દેશિત ડિઝ્ની+ હોટસ્ટાર દ્વારા પ્રસ્તુત અ કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ તુષાર એન્ટરટેનમેન્ટ હાઉસ અને શબીના એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત 'લક્ષ્મી' ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઇપી પર આ દિવાળી 9 નવેમ્બર 2020ને પ્રીમિયર માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news