Ajay Devgan ને માર માર્યાના વીડિયો અંગે મોટો ખુલાસો, પ્રવક્તાએ જણાવી હકીકત
સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો ચોંકાવનારો છે. વીડિયો અનુસાર દિલ્હીમાં અડધી રાત્રે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ છે. આ વીડિયોમાં અજય દેવગનનું (Ajay Devgan) નામ આવી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgan) તાજેતરમાં ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેઓ એક વાયરલ વીડિયોના (Viral Video) કારણે ચર્ચામાં આવ્યા છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે શખ્સને માર મારવામાં આવી રહ્યો છે તે અજય દેવગન (Ajay Devgan Video) છે, પરંતુ હવે આ વીડિયોની હકીકત સામે આવી ગઈ છે.
શું છે વાયરલ વીડિયોમાં
સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો ચોંકાવનારો છે. વીડિયો અનુસાર દિલ્હીમાં અડધી રાત્રે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ છે. આ વીડિયોમાં અજય દેવગનનું (Ajay Devgan) નામ આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં (Viral Video) દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટનામાં અજય દેવગન છે અને તેઓ તે સમયે નશાની હાલતમાં હતા. કાર પાર્કિંગને લઇને એક્ટરનો ઝગડો થયો અને આ વાત મારા મારી સુધી પહોંચી ગઈ છે.
યૂઝરે શેર કર્યો વીડિયો
એક યૂઝરે આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં સફેદ શર્ટ પહેલા એક શખ્સ સાથે મારા મારી થઈ રહી છે. વીડિયો પોસ્ટ કરતા આ શખ્સે લખ્યું છે- 'મને નથી ખબર કે અજય દેવગન છે કે નથી. પરંતુ, લોકોમાં ખેડૂત આંદોલનને લઇને ગુસ્સો ફેલાતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અજય દેવગન છે.'
Not really sure if this is #ajaydevgan or not but #Kisanektamorcha agitation seems to be spreading up. Social media floating with this video that drunk @ajaydevgn got beaten up?? #RakeshTikait pic.twitter.com/Fv8j0kG5fv
— lalit kumar (@lalitkumartweet) March 28, 2021
અજય દેવગનના પ્રવક્તાનું નિવેદન
આ સમાચાર વાયરલ થયા બાદ એક્ટર અજય દેવગનના (Ajay Devgan) પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હી પબની બહારના આ વીડિયોમાં અજય દેવગન હોવાની વાત એકદમ ખોટી છે. અજય તે સમયે તેમની ફિલ્મો 'મેદાન', 'મે ડે' અને 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ પૂર્ણ કરવા માટે મુંબઇમાં હાજર હતા. 14 મહિનાથી તેઓએ દિલ્હીમાં પગ મુક્યો નથી. એવામાં વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ અજય દવગન હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે એકદમ ખોટું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે