એક પછી એક 6 ફિલ્મો ફ્લોપ ગયા બાદ અક્ષય કુમારે કરી નવી ફિલ્મની જાહેરાત, આ દિવસે થશે રિલીઝ

Akshay Kumar Upcoming Film: આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રાધિકા મદાન અને પરેશ રાવલ પણ જોવા મળશે. અક્ષય કુમારને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે. કારણ કે તેમની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. 

એક પછી એક 6 ફિલ્મો ફ્લોપ ગયા બાદ અક્ષય કુમારે કરી નવી ફિલ્મની જાહેરાત, આ દિવસે થશે રિલીઝ

Akshay Kumar Upcoming Film: એક સમય હતો જ્યારે બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર એક પછી એક હીટ ફિલ્મો આપનાર અભિનેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની દરેક ફિલ્મ  ફ્લોપ જઈ રહી છે. અક્ષય કુમારની એક પછી એક છ ફિલ્મો ફ્લોપ રહી છે. તેવામાં હવે તે ફિલ્મ પસંદગીને લઈને વધારે સિલેક્ટિવ થયા છે. છ ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ થયા પછી અક્ષય કુમાર એ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. અક્ષય કુમાર એ ફિલ્મનું પોસ્ટર પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. 

આ પણ વાંચો:

અક્ષય કુમાર એ પોતાના instagram અકાઉન્ટ પરથી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ સોરારાઈ પોટરુ ની હિન્દી રિમેક ફિલ્મ છે. જોકે આ ફિલ્મનું ટાઇટલ શું છે તે શેર કરવામાં આવ્યું નથી. અક્ષય કુમાર એ શેર કરેલા પોસ્ટરમાં તેનો પડછાયો જોવા મળે છે અને તેમાં એક પ્લેન ઉડતું દેખાય છે. આ પોસ્ટરમાં ફિલ્મનું નામ તો જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ જણાવવામાં આવી છે. આ ફિલ્મ એક સપ્ટેમ્બર 2023 ના રોજ ઘરોમાં રિલીઝ થશે. આ ફોટો શેર કરી કેપ્શનમાં અક્ષય કુમારે લખ્યું છે કે, "અમે ટેક ઓફ કરવા માટે રેડી છીએ."

 

આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રાધિકા મદાન અને પરેશ રાવલ પણ જોવા મળશે. અક્ષય કુમારને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે. કારણ કે તેમની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. જોકે આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર બડે મિયા છોટે મિયા, ઓએમજી ટુ, કેપ્સુલ ગિલ અને ગોરખા ફિલ્મમાં પણ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news