લગ્ન પહેલા પ્રેગનેન્ટ થનાર નેહાએ આપ્યો દીકરીને જન્મ

 એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે રવિવારે દીકરીનો જન્મ થયો છે. નેહાએ રવિવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલ નેહા અને તેની દીકરી, બંનેની તબિયત સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં અચાનક નેહા અને અંગદના લગ્નના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ ઓગસ્ટમાં બંનેએ નેહાના પ્રેગનન્ટ હોવાની વાત જાહેર કરી હતી. તેના ત્રણ મહિના બાદ બાળકીનો જન્મ થયો છે. 

લગ્ન પહેલા પ્રેગનેન્ટ થનાર નેહાએ આપ્યો દીકરીને જન્મ

મુંબઈ : એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે રવિવારે દીકરીનો જન્મ થયો છે. નેહાએ રવિવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલ નેહા અને તેની દીકરી, બંનેની તબિયત સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં અચાનક નેહા અને અંગદના લગ્નના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ ઓગસ્ટમાં બંનેએ નેહાના પ્રેગનન્ટ હોવાની વાત જાહેર કરી હતી. તેના ત્રણ મહિના બાદ બાળકીનો જન્મ થયો છે. 

નેહાએ આ પહેલા અનેક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે બેબી બમ્પ સાથે જોવા મળી છે. આ સાથે તેણે લખ્યું છે કે, એક નવી શરૂઆત થઈ છે. અમે ત્રણ. 

પ્રેગનેન્સની જાહેરાત પહેલા જ નેહા ગર્ભવતી હોવાની સમાચાર મીડિયામાં ચર્ચાયા હતા. અનેકવાર તે ઢીલા ઢીલા કપડામાં દેખાતા, તે ચર્ચાનું કેન્દ્ર બની હતી. બાદમાં અંગદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સમાચારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, હા, આ અફવાઓ સાચી છે. 

A post shared by Neha Dhupia (@nehadhupia) on

લગ્ન પહેલા પ્રેગનેન્ટ થઈ હતી નેહા ધૂપિયા
ગરમી પહેલા જ્યારે સોનમ કપૂરના લગ્નના વીડિયોઝ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યાં હતા, ત્યારે અચાનક નેહા ધૂપિયાની અંગદની બાજુમાં બેસેલી તસવીરો આવતા બાદ આશ્ચર્યમાં મૂકાયા હતા. તેના થોડા દિવસો બાદ નેહાએ પોતાની પ્રેગનેન્સીના પણ સમાચાર આપી દીધા હતા. ત્યારે જઈને લોકોને તેના લગ્ન કરવા પાછળનું રહસ્ય સામે આવ્યું હતું. નેહાનો શો ફિલ્ટર નેહામાં અંગદે કહ્યું હતું કે, નેહા લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઈ ચૂકી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news