સૈફ ઉપરાંત આ સાહેબ છે Kareena Kapoor ના વેલેન્ટાઈન, ખાસ અંદાજમાં કરી વિશ

બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તાજેતરમાં પોતાના બીજા બાળકના સ્વાગતની તૈયારી કરી રહી છે. એવામાં તેણે રવિવારના વેલેન્ટાઈન ડે (Valentine's Day) પર તેમના પુત્ર તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) અને તેના અભિનેતા પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી છે

સૈફ ઉપરાંત આ સાહેબ છે Kareena Kapoor ના વેલેન્ટાઈન, ખાસ અંદાજમાં કરી વિશ

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તાજેતરમાં પોતાના બીજા બાળકના સ્વાગતની તૈયારી કરી રહી છે. એવામાં તેણે રવિવારના વેલેન્ટાઈન ડે (Valentine's Day) પર તેમના પુત્ર તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) અને તેના અભિનેતા પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી છે.

સૈફની મૂછોથી છે કરીનાને પ્રેમ
કરીનાએ બે તસવીર શેર કરી છે જેમાંથી પ્રથમ તસવીરમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) પત્ની કરીના કપૂર ખાનને (Kareena Kapoor Khan) ગળે મળી રહ્યો છે. તે ચેક્સ શર્ટ અને ડેનિમમાં છે. સાથે જ તેણે મૂછો પણ રાખી છે. આ ફોટોની સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યું, 'મેં આ મૂછોના કારણે તને પ્રેમ કર્યો... મારા હમેશાના વેલેન્ટાઇન.'

તૈમૂરના પાઉટ પર ફિદા કરીના
ત્યારબાદ તેણે તેમૂર અલી ખાનની (Taimur Ali Khan) એક ક્યૂટ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, એટલા માટે નહીં કે તું મારી જેમ પાઉટ બનાવી લે છે... પરંતુ તુ મારો હમેશાંનો વેલેન્ટાઇન છે, મારા દિલની ધડકન છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news