લગ્ન વિના પ્રેગનેન્ટ થઈ અભિનેત્રી Ileana D’cruz ! સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોએ પુછ્યું પિતાનું નામ

Ileana D’cruz Pregnant: મંગળવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર તેણે બે તસવીર શેર કરી છે. પહેલી તસવીરમાં એક ટીશર્ટ દેખાય છે જેના ઉપર લખેલું છે એડવેન્ચર શરૂ થઈ રહ્યું છે. જ્યારે બીજી તસવીરમાં એક પેન્ડન્ટ જોવા મળે છે જેમાં મમ્મા લખેલું છે. 

લગ્ન વિના પ્રેગનેન્ટ થઈ અભિનેત્રી Ileana D’cruz ! સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોએ પુછ્યું પિતાનું નામ

Ileana D’cruz Pregnant: ઇલિયાના ડિક્રુઝ બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હાલ અભિનેત્રી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઇલિયાના દીકરો છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ખડભડાટ મચાવી દીધો છે. ઇલિયાના ડિક્રુઝ પ્રેગ્નેન્ટ છે અને તે બાળકને જન્મ આપવાની છે. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. 

આ પણ વાંચો:

મંગળવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર તેણે બે તસવીર શેર કરી છે. પહેલી તસવીરમાં એક ટીશર્ટ દેખાય છે જેના ઉપર લખેલું છે એડવેન્ચર શરૂ થઈ રહ્યું છે. જ્યારે બીજી તસવીરમાં એક પેન્ડન્ટ જોવા મળે છે જેમાં મમ્મા લખેલું છે. આ પોસ્ટના કેપ્શન માં ઇલિયાના એ લખ્યું છે કે, "ટૂંક સમયમાં જ... તને મળવા માટે રાહ નથી જોઈ શકાતી. માય લીટલ ડાર્લિંગ્સ".

 

ઇલિયાના એ આ પોસ્ટ શેર કર્યા પછી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. તેની આ પોસ્ટ ઉપર અનેક લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે તો ઘણા યુઝર્સ બાળકના પિતા કોણ છે તેવા પ્રશ્ન કરી રહ્યા છે. કારણ કે ઇલિયાનાના લગ્ન હજુ સુધી થયા નથી. આ પોસ્ટ ઉપર એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું છે કે બાળકના પિતા કોણ છે ? અન્ય એક યુઝરે લખ્યું છે લગ્ન ક્યારે કરી લીધા ? તો સાથે જ કેટલાક લોકો ઇલિયાના અને એન્ડ્રીયુને શુભકામના પાઠવી રહ્યા છે. 

કોણ છે એન્ડ્રીયુ નિબોન? 

એન્ડ્રીયુ નિબોન એક ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર છે. થોડા વર્ષો પહેલા ઇલિયાના અને એન્ડ્રીયુ એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. તે સમયે તેના લગ્નની ચર્ચાઓ પણ ચાલી હતી. પરંતુ વર્ષ 2019 માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાર પછી ચર્ચા એવી પણ હતી કે ઇલિયાના અને કેટરીના કેફનો ભાઈ સેબેસ્ટીયન એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંને તરફથી આ રિલેશનશિપ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. તેવામાં અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરી છે જેના કારણે લોકો પણ કન્ફ્યુઝ થઈ ગયા છે કે શું ખરેખર અભિનેત્રી લગ્ન પહેલા માતા બનવા જઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news