પિત્ઝા ડિલીવરી બોયે આ અભિનેત્રીનો નંબર એડલ્ટ ગ્રુપમાં કર્યો શેર, પોલીસમાં કરી ફરિયાદ

સાઉથની જાણિતી અભિનેત્રી ગાયત્રી સાઇ (Gayatri Sai)એ બુધવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ચેન્નઇના એક ડોમિનોઝ પિત્ઝા આઉટલેટના એક ડિલીવરી એજન્ટે કથિત રૂપથી નંબર વોટ્સઅપના એડલ્ટ ગ્રુપમાં શેર કર્યો હતો. 

પિત્ઝા ડિલીવરી બોયે આ અભિનેત્રીનો નંબર એડલ્ટ ગ્રુપમાં કર્યો શેર, પોલીસમાં કરી ફરિયાદ

નવી દિલ્હી; સાઉથની જાણિતી અભિનેત્રી ગાયત્રી સાઇ (Gayatri Sai)એ બુધવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ચેન્નઇના એક ડોમિનોઝ પિત્ઝા આઉટલેટના એક ડિલીવરી એજન્ટે કથિત રૂપથી નંબર વોટ્સઅપના એડલ્ટ ગ્રુપમાં શેર કર્યો હતો. 

— Gayatri Sai (@gainsai) February 26, 2020

આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ઘટનાની જાણકારી આપતાં લખ્યું કે તેનમપેટમાં એક ડોમિનોઝ પિત્ઝા આઉટલેટ પરથી એક ડિલીવરી એજન્ટે 9 ફેબ્રુઆરીના રોજ નશાની હાલાતમાં તેમના ઘરે પિત્ઝા પહોંચાડ્યો હતો. તેમણે લખ્યું હતું કે ડોમિનોઝ ઇન્ડીયા, એક વ્યક્તિએ ચેન્નઇમાં મારા ઘરે 9 ફેબ્રુઆરીના રોજ નશાની હાલતમાં પિત્ઝા ડિલીવર કર્યો અને મારો નંબર એડલ્ટ ગ્રુપમાં શેર કર્યો. મારી ફરિયાદ પેન્ડીંગ છે, કારણ કે હજુસુધી તમારી ઓફિસ સાથે મારી વાત થઇ નથી, મારી પાસે ઘણા કોલ અને મેસેજ આવ્યા છે, જે તેમણે શેર કર્યા. એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે તે ડિલીવરી બોયના એક ગ્રુપમાં એક્ટ્રેસનો નંબર શેર કરવામાં આવ્યા બાદ તેમણે કર્યું છે. અંતે એક્ટ્રેસે લખ્યું કે પોતાનું ધ્યાન રાખો.
View image on Twitter 

અભિનેત્રીએ આ ટ્વિટને જોતાં જ પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો અને કેસ ચેન્નઇ ઓલ વૂમન સ્ટેશનને ટ્રાંસફર કરી દીધો છે. ગાયત્રી સાંઇને જાણિતા નિર્દેશક મણિરત્નમે 'અંજલિ' ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. આ ફિલ્મમાં તેમણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news