જાણીતી અભિનેત્રીએ પતિ પર કર્યો કેસ, લગાવ્યો પુત્રી સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ

ટીવીની અત્યંત જાણીતી અભિનેત્રી કે જેણે બિગ બોસ જેવા ટીવી શોમાં પણ ભાગ લીધો હતો, તેણે મુંબઈના કાંદીવલી વિસ્તારના સમતાનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

જાણીતી અભિનેત્રીએ પતિ પર કર્યો કેસ, લગાવ્યો પુત્રી સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ

મુંબઈ: ટીવીની અત્યંત જાણીતી અભિનેત્રી કે જેણે બિગ બોસ જેવા ટીવી શોમાં પણ ભાગ લીધો હતો, તેણે મુંબઈના કાંદીવલી વિસ્તારના સમતાનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે અભિનેત્રીનો આરોપ છે કે તેનો પતિ જ્યારે પણ તેની પુત્રી ઘરમાં એકલી હોય ત્યારે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરે છે. અત્રે જણાવવાનું કે જે પતિ વિરુદ્ધ મામલો નોંધાયો છે તે તેનો બીજો  પતિ છે. 

કેસ દાખલ, આરોપીની ધરપકડ
પોલીસ રિપોર્ટમાં કહેવાયું છે કે પતિ તેની પુત્રીના મિત્રોને લઈને પણ કમેન્ટ કર્યા કરતો હતો. આ બધુ બે વર્ષથી ચાલતુ  હતું પરંતુ તેઓએ પોતાનું મોઢું બંધ રાખ્યું. પોલીસે માતા અને પુત્રીના નિવેદન સંપૂર્ણ ડિટેલ સાથે 3-4 કલાકમાં રેકોર્ડ કર્યું. પોલીસનું કહેવું છે  કે નિવેદન નોંધ્યા બાદ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ મામલો દાખલ કરાયો છે અને આરોપીની ધરપકડ  કરાઈ છે. આ બાજુ પોલીસે કહ્યું કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. 

મોબાઈલ પર બતાવતો હતો ગંદી તસવીરો
રિપોર્ટ્સ મુજબ આરોપીએ ઓક્ટોબર 2017થી અભિનેત્રીની પુત્રીને મોબાઈલ પર ગંદી ગંદી તસવીરો બતાવતો હતો. પુત્રીને ગાળો પણ બોલતો હતો. અત્રે જણાવવાનું કે તે તેની સાવકી પુત્રી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news