Actor Prakash Raj નો અકસ્માત, સર્જરી માટે કરાયા હૈદરાબાદ રવાના

દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ફેન્સને તેના તાજેતરના નાના અકસ્માત વિશે અપડેટ કર્યું છે. પ્રકાશ રાજે ફેન્સને જાણ કરી છે કે તેને નાનું ફ્રેક્ચર થયું છે અને તેમને સર્જરી માટે હૈદરાબાદ લઈ જવામાં આવ્યા છે

Actor Prakash Raj નો અકસ્માત, સર્જરી માટે કરાયા હૈદરાબાદ રવાના

નવી દિલ્હી: દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ફેન્સને તેના તાજેતરના નાના અકસ્માત વિશે અપડેટ કર્યું છે. પ્રકાશ રાજે ફેન્સને જાણ કરી છે કે તેને નાનું ફ્રેક્ચર થયું છે અને તેમને સર્જરી માટે હૈદરાબાદ લઈ જવામાં આવ્યા છે.

'હું સ્વસ્થ થઈ જઈશ'
અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) ટ્વિટર પર લખ્યું, 'એક નાનકડો ફોલ... એક નાનકડું ફેક્ચર... એક સર્જરી માટે મારા મિત્ર ડો.ગુરુવરેડ્ડીના સલામત હાથમાં હૈદરાબાદ જવાનું... હું સ્વસ્થ થઈ જઇશ, ચિંતા કરવાની કોઈ વાત નથી... મને તમારા વિચારોમાં રાખો... '

— Prakash Raj (@prakashraaj) August 10, 2021

'ચિંતાની કોઈ વાત નથી'
અભિનેતાએ તેમના ચાહકોને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરતા રહેવાની વિનંતી પણ કરી હતી. તેમણે માહિતી આપી છે કે, હાલમાં તબિયત ઠીક છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. પ્રકાશ રાજ હિન્દી સિનેમાનું જાણીતું નામ છે. તેમણે સિંઘમ, ગિલી, વોન્ટેડ, અન્નિયાં અને પોકીરી જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવી. હાલમાં, અભિનેતા મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (MAA) માટે પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. હૈદરાબાદમાં MAA ની ચૂંટણી યોજાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news