AAMIR KHAN: એવો ફિલ્મી હિરો જેની ફિલ્મોએ કરોડોનો કર્યો બિઝનેસ, 2 લગ્ન અને લફરાં છતાં છે આજે એકલો

Aamir khan divorce: આમીર ખાન ફિલ્મી પરિવારથી આવતા કલાકાર છે તેમના પિતા તાહિર હુસૈન હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા. વર્ષ 1973માં આમીર ખાને બાળ કલાકાર તરીકે 'યાદો કી બારાત'માં ફિલ્મી પડદે કામ કર્યું. આમીર ખાનને તેના પરિવારે જ પહેલી ફિલ્મમાં લોન્ચ કર્યો.

AAMIR KHAN: એવો ફિલ્મી હિરો જેની ફિલ્મોએ કરોડોનો કર્યો બિઝનેસ, 2 લગ્ન અને લફરાં છતાં છે આજે એકલો

Aamir khan and kiran rao: આમીર ખાને ત્રણ દાયકા કરતા લાંબી ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે.આમીર ખાનની ફિલ્મોએ ન માત્ર બોક્સ ઓફિસ પર કરોડોનો બિઝનેસ કર્યો પરંતું તેમની અનેક ફિલ્મો સમાજને જુદા જુદા મુદ્દાઓ પર સંદેશો આપનારી રહી છે. આમીર જે ફિલ્મમાં કામ કરે તે ફિલ્મના પાત્રને આત્મસાત કરી દે છે એટલા માટે તેમને મિ.પર્ફેક્ટનિસ્ટનું બિરુદ મળ્યું છે. 

આમીર ખાનની શાનદાર શરૂઆત
આમીર ખાન ફિલ્મી પરિવારથી આવતા કલાકાર છે તેમના પિતા તાહિર હુસૈન હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા હતા. વર્ષ 1973માં આમીર ખાને બાળ કલાકાર તરીકે 'યાદો કી બારાત'માં ફિલ્મી પડદે કામ કર્યું. આમીર ખાનને તેના પરિવારે જ પહેલી ફિલ્મમાં લોન્ચ કર્યો. વર્ષ 1988માં આમીર ખાનની પહેલી લીડ હીરો તરીકેની ફિલ્મ 'કયામત સે કયામત તક' રિલીઝ થઈ. આમીરની પહેલી ફિલ્મ જ જબરદસ્ત હિટ નીવડી. ફિલ્મે તે સમયે 4.9 કરોડની કમાણી કરી. ફિલ્મમાં આમીર ખાન અને જૂહી ચાવલાની જોડી પણ સુપરહિટ રહ્યા.ફિલ્મના ગીતો આજે પણ સદાબહાર છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ નહોતી થઈ ત્યારે આમીર ખાન જાતે રિક્ષાઓની પાછળ ફિલ્મના પોસ્ટર લગાવતો. 

લવ સ્ટોરીઝમાં પણ આમીર ખાન સુપરહિટ
વર્ષ 1990 બાદ આમીર ખાનનું સ્ટારડમ વધતું ગયું. ત્યારબાદ આમીર ખાન દિલ, અંદાજ અપના અપના  દિવાના મુજસા નહીં, અફસાના પ્યાર કા જેવી ફિલ્મોમાં કામ કર્યું. દિલ હૈ કી માનતા નહીં, જો જીતા વહીં સિકંદર, હમ હૈ રાહી પ્યાર કે, બાઝી જેવી હિટ ફિલ્મો કરી અને ફિલ્મોના ગીતો પણ હિટ રહ્યા. વર્ષ 1995માં આમીર ખાનની રંગીલા ફિલ્મ રિલિઝ થઈ. રંગીલા બાદ આમીરનું સ્ટારડમ વધુ મજબૂત બની ગયું.  વર્ષ 1995માં 'અકેલે હમ અકેલે તુમ' ફિલ્મ આમીરની રિલીઝ થઈ. વર્ષ 1996નું વર્ષ આમીરના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. તે વર્ષે 'રાજા હિન્દુસ્તાની' રિલીઝ થઈ જેને આમીર ખાનની અગાઉની ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા. ફિલ્મમાં આમીર અને કરિશમા કપૂરની કેમેસ્ટ્રી દર્શકોન ખૂબ પસંદ આવી. ફિલ્મે 50 કરોડની કમાણી કરી દીધી. આમીર ખાને ત્યારબાદ પોતે નિભાવેલા પાત્રોને રિપીટ કર્યા નહીં

આમીરની ફિલ્મે જ્યારે રચ્યો ઈતિહાસ
વર્ષ 2001માં બોલિવુડમાં કોઈએ એવું વિચાર્યું નહીં કે એક એવી ફિલ્મ રિલીઝ થશે જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચાઈ જશે. આમીર ખાનની 'લગાન' ફિલ્મ રિલીઝ થઈ અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ. ઓસ્કરમાં નોમિનેશન માટે ફિલ્મની પસંદગી કરવામાં આવી. લગાને 50 કરોડ કરતા પણ વધુ કમાણી કરી. ફિલ્મની વાર્તા, ડિરેકશન તેનું સંગીત અને આમીર ખાન સહિત કલાકારોનો અફલાતૂન અભિનય તમામ બાબતોમાં આ ફિલ્મ પર્ફેક્ટ સાબિત થઈ અને આમિર ખાન મિ.પર્ફેક્ટનીસ્ટ બની ગયા.

આમીર ખાને બેક ટુ બેક મજેદાર ફિલ્મો આપી
આમીર ખાનની ત્યારબાદ દિલ ચાહતા હૈ, રંગ દે બસંતી, ફના જેવી ફિલ્મો કરી સાબિત કર્યુ કે તે બીજા હિરો કરતા કામ કરવાની શૈલી અને ફિલ્મોની પસંદગીમાં અલાયદો છે. આમીર ખાનની 'રંગ દે બસંતી' ફિલ્મે 111 કરોડ રૂપિયાનો વકરો કર્યો અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. આમીરની ત્યારે મંગલપાંડે ફલોપ થઈ પરંતું વિવેચકોએ તેને વખાણી હતી.

રેકોર્ડ તોડવાની સાથે આમીરની ફિલ્મોએ સમાજને આપ્યો સંદેશો
આમીર ખાનની વર્ષ 2008માં ગજની ફિલ્મ રિલીઝ થઈ. ગજનીમાં આમીર ખાને તેને અગાઉ ન ભજવ્યો હોય તેવો અભિનય કર્યો. જ્યારે 6 પેક્સ બોડીનો ટ્રેન્ડ હતો તેને તોડી આમીર ખાને 8 પેક્સ બોડી બનાવી.  ગજની ફિલ્મે 120 કરોડની કમાણી કરી તે સમયગાળમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો. વર્ષ 2009માં એક એવી ફિલ્મ રિલીઝ થઈ જે વર્લ્ડ લેવલે બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે 392 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મની વાર્તાએ દર્શકોને એવો અનુભવ આપ્યો જેને દર્શક ક્યારેય ન ભૂલી શક્યા. આમીર ખાને ત્યારે 44 વર્ષની ઉમરે કોલેજના યુવાનનું પાત્ર ભજવ્યું. આમીર ખાન પોતે જ તેની ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 2013માં ધૂમ-3માં આમીર ખાને વિલનનો અભિનય કર્યો. ધૂમ-3 એ 500 કરોડની કમાણી કરી.

પીકેમાં અનોખો અંદાજ તો દંગલમાં બન્યા દીકરીના પિતા
વર્ષ 2014માં આમીરની 'પીકે' રિલીઝ થઈ. પીકે રિલીઝ થઈ ત્યારે થોડો વિવાદ પણ થયો પરંતું વિવાદ બાદ પણ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. 'પીકે' એ બોક્સ ઓફિસ પર 790 કરોડ રૂપિયાની કમાણી કરી. આમીર ખાન સૌથી વધુ કમાણી કરનાર સુપરસ્ટાર બની ગયો. ત્યારબાદ આમીર ખાન ફરી એકવાર સાબિત કર્યું કે તે પાત્રને કઈ હદે આત્મસાત કરે છે. દંગલ ફિલ્મમાં બે યુવાન દીકરીના પિતા દેખાવવા માટે આમીર ખાને પોતાનું ઘણું વજન વધાર્યું. દંગલે 700 કરોડથી વધુની કમાણી કરી. 

આમીર ખાન અવોર્ડ્ શોથી દૂર
આમીર ખાન એક થી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યુ. આમીર ખાનની મોટાભાગની ફિલ્મો વિવેચકોએ પણ ખૂબ વખાણી પરંતું આમીર અવોર્ડ ફંકશનમાં હાજરી આપતા નહીં. આમીર ખાનનું માનવું છે કે અવોર્ડ આપવામાં ભેદભાવ કરવામાં આવે છે. અવોર્ડ ફંકશનમાં પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે કે કોને અવોર્ડ આપવો. વર્ષ 1996માં 'રંગીલા' માટે આમીર ખાનના બદલે શાહરૂખ ખાનને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ને અવોર્ડ મળ્યો. આમીર માનતો હતો કે શાહરૂખ કરતા તે અવોર્ડ માટે હકદાર હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news