બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ

સંગીતની દુનિયાનો વધુ એક સિતારો ખરી પડ્યો, સિંગર બપ્પી લહેરીનુ નિધન. બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈની એક હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. PM મોદીએ ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ.

બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ

મુંબઈઃ સુરસામ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકરના નિધન બાદ સંગીતની દુનિયાને ખુબ જ મોટી ખોટ પડી છે. એવામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે સંગીતની દુનિયાનો વધુ એક સિતારો ખરી પડ્યો, સિંગર બપ્પી લહેરીનુ નિધન. બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈની એક હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

બપ્પી લહેરી હંમેશા પોતાના અલગ અંદાજના કારણે ચર્ચામાં રહેતા હતાં. બપ્પી દા ને સોનું પહેરવાનો ખુબ જ શોખ હતો. અને તેઓ હંમેશા ખુબ જ મોટી માત્રામાં સોની પહેરીને ફરતા હતાં. પણ શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે. મિત્રો તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છુપાયેલી છે જે ભાગ્યે જ કોઈને ખબર હશે. જ્યારે આજે બપ્પી દા આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે તેમના જીવનની આવી જાણી અજાણી વાતોને જાણીને જૂના પુરાણા કિસ્સાઓને યાદ કરીને આપણે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીશું. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને બપ્પી દા ને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ તેમની સાથેની મુલાકાતની તસવીર શેર કરીને તેમને યાદ કર્યાં છે. અને લખ્યું છેકે, સંગીતમાં તેમણે અનમોલ પ્રદાન કર્યું છે તેમની ખોટ ક્યારેય નહીં પુરાય.

 

— Narendra Modi (@narendramodi) February 16, 2022

 

અસલી નામ અલોકેશ લાહિડી હતું-
તમને જણાવી દઈએ કે, બપ્પી લહેરીનુ અસલી નામ અલોકેશન લાહિડી હતું. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952 ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનુ નામ અપરેશ લાહિડી અને માતાનુ નામ બન્સારી લાહિડી હતું. 

એક ઈન્ટરવ્યૂમાં બપ્પી દાને સવાલ પૂછવામાં આવ્યો હતોકે, તમે આટલું બધુ સોનું કેમ પહેરો છો? ત્યારે હસતા હસતા તેમણે જવાબ આપ્યો હતોકે, એની પાછળ એક ખાસ કારણ છે. બપ્પી લહેરીએ જણાવ્યું હતું કે, તેઓ એક કાર્યક્રમમાં હતા જ્યાં તેમણે જોયુંકે, હોલીવુડની એલવીસ પ્રેસ્લીએ સોનાની ચેન પહેરી હતી. તે મને ખુબ જ પસંદ આવી ગઈ. આ દરમિયાન મેં પણ વિચાર્યું કે એક દિવસ હું પણ મારા જીવનમાં સફળ થઈ. અને જ્યારે હું મારા જીવનમાં કંઈક બની જઈશ, કંઈક સફળતા હાંસલ કરી લઈશ કોઈક મુકામ પર પહોંચી જઈશ ત્યારે હું પણ આ જ રીતે સોનું પહેરીશ. અને મારી પોતાની એક અલગ સ્ટાઈલ એક અલગ અંદાજ બનાવીશ. અને મેં આગળ જતા એવું જ કર્યું. બસ પછી તો મેં સોનું પહેરવાનું શરૂ કર્યું અને એની માત્રામાં સતત વધારો થતો રહ્યો. સોનું મારા માટે ખુબ જ લકી સાબિત થયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news