ZOMATO પર આગામી PM નું નામ જણાવો અને મેળવો ડિસ્કાઉન્ટ

ઓનલાઇન ફૂડ ડિલેવરિંગ પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)એ નવી ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને 23 મેના રોજ થનાર મતગણતરી પહેલાં દેશના આગામી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરવા તથા ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે. 
ZOMATO પર આગામી PM નું નામ જણાવો અને મેળવો ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: ઓનલાઇન ફૂડ ડિલેવરિંગ પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)એ નવી ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને 23 મેના રોજ થનાર મતગણતરી પહેલાં દેશના આગામી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરવા તથા ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે. 

કંપની દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ઝોમેટો ઇલેક્શન લીગ'ના આ ઓફરમાં દેશના આગામી વડાપ્રધાનના નામની સટીક ભવિષ્યવાણી કરનાર ગ્રાહકોને કેશબેક મળશે. કંપનીએ તે પહેલાં ઝોમેટો પ્રીમિયર લીગ (ઝેડપીએલ)ના માધ્યમથી ગ્રાહકોને ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વિજેતા ટીમની સાચી ભવિષ્યવાણી કરતાં કેશબેક આપવામાં આવ્યું હતું.

કંપનીએ કહ્યું કે ''ગ્રાહકોને દરેક ઓર્ડર પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની ભવિષ્યવાની સાચી સાબિત થાય તો તેમને 30 ટકાનું કેશબેક મળશે.'' 22 મે સુધી કોઇપણ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે અને ઓર્ડર કરતી વખતે દરેક સાચી ભવિષ્યવાણી માટે કેશબેક જીતી શકે છે. 

કંપનીએ કહ્યું કે 'જેવા દેશના નવા વડાપ્રધાન ચૂંટવામાં આવે છે, ગ્રાહકોના વોલેટમાં આપમેળે કેશબેક આવી જશે. કંપનીએ જણાવ્યું કે અત્યાર સુધી ભારતના 250 શહેરોમાંથી 3 લાખ 20 હજાર લોકોએ આમાં ભાગ લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news