ગુજરાતની આ કંપનીએ રોકાણકારોને આપ્યું જબરદસ્ત રિટર્ન, શેરમાં સતત 7 દિવસ લાગી અપર સર્કિટ

કંપનીએ એક એક્સચેન્જ ફાઈલિંગના માધ્યમથી રોકાણકારોને જણાવ્યું છે કે તેણે 3000 કરોડનું પ્રસ્તાવિત રોકાણ લાગવવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2024માં ગુજરાત સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ગુજરાતની આ કંપનીએ રોકાણકારોને આપ્યું જબરદસ્ત રિટર્ન, શેરમાં સતત 7 દિવસ લાગી અપર સર્કિટ

એનર્જી સેક્ટર સાથે જોડાયેલી અને ગુજરાતના અમદાવાદની આ કંપનીના શેરોની ગુરુવારે ભારે ડિમાન્ડ જોવા મળી હતી. સપ્તાહના ચોથા કારોબારી દિવસે આ શેર 5 ટકા ચડીને 242 પર બંધ થયો હતો. આ શેરમાં અપર સર્કિટ લાગી અને તેનો ભાવ 52 અઠવાડિયાનો હાઈ પણ છે. આ એનર્જી શેરે હાલના દિવસોમાં પોતાના શેરધારકોને ચોંકાવનારું રિટર્ન આપ્યું છે. છેલ્લે મળતી માહિતી મુજબ કંપનીના શેરનો ભાવ હાલ 253.15 રૂપિયા જોવા મળી રહ્યો છે. 

સતત લાગી રહી છે અપર સર્કિટ
ગત 26 ડિસેમ્બર બાદથી એટલે કે સતત 7 કારોબારી દિવસથી તેના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ દરમિયાન 47.85 ટકાની તેજી પણ આવી છે. છેલ્લા 3 વર્ષના સમયગાળામાં 1685.9 ટકાનો વધારો થયો છે અને છેલ્લા ચાર વર્ષમાં 2976% જેટલું રિટર્ન મળ્યું છે. જાન્યુઆરી 2019માં શેરની કિંમત 7.15 રૂપિયા પ્રતિ શેર હતી. તે રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 3272% રિટર્ન મળ્યું છે. 

ગુજરાતમાં રોકાણ
કંપનીએ એક એક્સચેન્જ ફાઈલિંગના માધ્યમથી રોકાણકારોને જણાવ્યું છે કે તેણે 3000 કરોડનું પ્રસ્તાવિત રોકાણ લાગવવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2024માં ગુજરાત સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસીનો હેતુ ફીડર લેવલ સોલરાઈઝેશન, ગ્રુપ કેપ્ટિવ અને કેપ્ટિવ મોડ હેઠળ સોલર એનર્જી પ્લાન્ટ સ્થાપવાનો છે. 

કેવા છે પરિણામ
કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 1.48 કરોડ રૂપિયા પ્રોફિટ કર્યો, જે ત્રિમાસિક આધાર પર 80.48% નો વધારો છે. જો કે વર્ષ દર વર્ષ (YOY)ની સરખામણીમાં પ્રોફિટમાં 9.7 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો. પરિચાલનથી તેનું કુલ રાજસ્વ 34.41 કરોડ રૂપિયા હતું જે 26.49 કરોડ રૂપિયાના રાજસ્વની સરખામણીમાં 30%નો ગ્રોથ દેખાડે છે. અત્રે જણાવવાનું કે કંપી અમદાવાદ સ્થિત એક એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર છે. કંપની ડિઝાઈન, સપ્લાય, સ્થાપના, પરીક્ષણ અને કમિશનિંગ (ઈપીસી) અને મેન્ટેઈનન્સને સંભાળે છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news