5 લાખથી ઓછો છે પગાર? તો પણ ITR ફાઈલ કરવું જરૂરી, જાણી લો નિયમ નહીં તો દંડ ભરવો પડશે

આવકવેરા અધિનિયમ મુજબ દરેક એવી વ્યક્તિ કે જેની ગ્રોસ ટોટલ ઈન્કમ (Gross Total Income) બેઝિક છૂટ (Tax Exemption Limit) કરતા વધુ છે તેમણે આવકવેરો  ફાઈલ કરવો જરૂરી છે. આવકવેરા રિટર્ન  ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

5 લાખથી ઓછો છે પગાર? તો પણ ITR ફાઈલ કરવું જરૂરી, જાણી લો નિયમ નહીં તો દંડ ભરવો પડશે

આવકવેરા અધિનિયમ મુજબ દરેક એવી વ્યક્તિ કે જેની ગ્રોસ ટોટલ ઈન્કમ (Gross Total Income) બેઝિક છૂટ (Tax Exemption Limit) કરતા વધુ છે તેમણે આવકવેરો  ફાઈલ કરવો જરૂરી છે. આવકવેરા રિટર્ન  ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે આ  તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ ન કર્યું તો તમને પેનલ્ટી લાગશે. એવા અનેક લોકો છે જેમની કોઈ ટેક્સ લાયેબિલિટી હોતી નથી. આવા લોકોને હંમેશા એવું લાગે છે કે તેમણે આઈટીઆર રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી. એવું જરાય નથી, આવા લોકોએ પણ આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. આવો જાણીએ આ અંગેના નિયમો....(Rules of Filing ITR)

કોણે ટેક્સ રિટર્ન ભરવું જરૂરી નથી
જૂની ટેક્સ વ્યવસ્થાની વાત કરીએ તો જો તમારી ગ્રોસ ટોટલ ઈન્કમ 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારે આવકવેરા ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. પરંતુ જો તમારી ઉંમર એસેસમેન્ટ યર દરમિયાન 60 વર્ષ કે તેથી વધુ એટલે કે સિનિયર સિટિઝનની કેટેગરીમાં આવો તો તમારી આવક 3 લાખ રૂપિયા કરતા વધુ હોય તો તમારે આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. જો તમારી ઉંમર 75 વર્ષથી વધુ હોય અને તમારે ફક્ત પેન્શન કે બેંક વ્યાજથી આવક થતી હોય તો તમારે આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. પરંતુ જો તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરી હોય તો બધાએ 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવાનો નથી. નાણાકીય વર્ષ 2023-24 માટે આ મર્યાદા વધારીને 3 લાખ  રૂપિયા કરાયેલી છે. 

5 લાખ રૂપિયાથી ઓછી હોય આવક તો પણ ભરવું પડશે રિટર્ન
એવા અનેક લોકો છે જેમનો પગાર 5 લાખ રૂપિયા કરતા ઓછો છે. પરંતુ જો જોઈએ તો તેમના પર કોઈ ટેક્સ  લાગશે નહીં, પરંતુ આવા લોકોએ આમ છતાં આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. આવું એટલા માટે કારણ કે 2.5 લાખથી વધુની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. પરંતુ આઈટીઆર ફાઈલ કરતી વખતે તમને 87એ હેઠળ રીબેટ મળી જાય છે. આ રીબેટ 12500 રૂપિયા સુધીની હોય છે. આજ કારણ કારણ છે કે 5 લાખ રૂપિયા સુધીની આવક  ટેક્સમુક્ત  બને છે. 

જો તમારો પગાર 5 લાખ રૂપિયા કરતા વધુ હોય છે પરંતુ તમામ ડિડક્શન ક્લેમ કર્યા બાદ તમારી ટેક્સેબલ આવક 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી થઈ જાય છે તો પણ તમારે આઈટીઆર  ફાઈલ કરવું જરૂરી છે. આવું એટલા માટે કારણ કે જ્યારે તમે આઈટીઆર ફાઈલ કરશો તો ત્યારે જ ખબર પડશે કે તમને કઈ કઈ ડિડક્શન મળશે, કયા લેવલ સુધી મળશે અને તમારા પર ટેક્સ લાગશે કે નહીં. 

ઉદાહરણ સમજો
માની લો કે તમારો પગાર 4.5 લાખ રૂપિયા છે. આવામાં તમારે આઈટીઆર ફાઈલ કરવું પડશે. જ્યારે તમે આઈટીઆર ફાઈલ કરશો ત્યારે તમારોે 2.5 લાખથી ઉપર એટલે કે 2 લાખ રૂપિયા પર 5 ટકાના દરે લાગતા 10 હજાર રૂપિયાના ટેક્સ પર રીબેટ મળશે અને તમારી ટેક્સ લાયેબિલિટી ઝીરો થઈ જશે. 

જો તમારો પગાર 5.50 લાખ રૂપિયા હોય તો પણ તમારે આઈટીઆર ભરવું પડશે. જો કે આ સૂરતમાં પણ તમને કોઈ ટેક્સ લાગશે નહીં. આવું એટલા માટે કારણ કે તમને 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળી જશે. જ્યારે 5 લાખ રૂપિયા સુધીનો પગાર હોવા પર રીબેટ મળી જાય છે તો તેનો પણ ફાયદો મળશે અને તમારા પર ટેક્સ લાયેબિલિટી ઝીરો થઈ જશે.

હવે માની લઈએ કે તમારો પગાર 2 લાખ રૂપિયા છે. આ બેઝિક છૂટ એટલે કે 2.5 લાખ રૂપિયાથી ઓછી છે. આવામાં તમારે આઈટીઆર  ફાઈલ કરવાની કોઈ જરૂર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news