Cash Deposit Rule: ટ્રાન્જેક્શન કરતા પહેલા આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો કેશ ઉપાડી શકો નહીં
Cash Deposit New Rule: સરકારે બેંક અને પોસ્ટ ઓફિસમાં ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ મોટા ટ્રાન્જેક્શન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે.
Trending Photos
Cash Deposit New Rule: સરકારે બેંક અને પોસ્ટ ઓફિસમાં ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમો અનુસાર જો કોઇ વ્યક્તિ નાણાકીય વર્ષમાં બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખ અથવા તેનાથી વધારે રોકડ રકમ જમા કરાવે છે તો તેને પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત આપવું પડશે. જો તમે પણ પોસ્ટ ઓફિસ અથવા બેંક સાથે સંકડાયેલા ટ્રાન્જેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે.
ઇનકમ ટેક્સ નિયમ 2022 અતંર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે નવા નિયમ જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે નવા નિયમ 26 મેથી લાગુ થશે. જો કે, આ નિયમની જાણ કરવામાં આવી છે.
કેશ ટ્રાન્જેક્શનના આ છે નવા નિયમ
- નવા નિયમ અતંર્ગત કોઈપણ બેંકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં નાણાકીય વર્ષમાં એક અથવા એકથી વધારે ખાતામાં જો કોઈ 20 લાખ રૂપિયા કેશ જમા કરાવે છે તો તેને પાન કાર્ડ- આધાર કાર્ડ જમા કરાવવું પડશે.
- નાણાકીય વર્ષમાં કોઈપણ બેંકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એકથી વધારે ખાતામાંથી 20 લાખ રૂપિયા ઉપાડવા પર પણ પાન કાર્ડ- આધાર કાર્ડનું લિંક હોવું જરૂરી છે.
- બેંકિંગ કંપની, સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરંટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલાવવા પર પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહશે.
- જો કોઇ કરંટ એકાઉન્ટ ખોલાવે છે તો તેના માટે પણ પાન કાર્ડ ફરજિયાત રહેશે.
- જો કોઈ વ્યક્તિનું બેંક એકાઉન્ટ પહેલાથી પાન કાર્ડ સાથે લિંક છે, તો તેને વ્યવહારો કરતા પહેલા પાન કાર્ડ- આધાર કાર્ડ લિંક કરાવવું પડશે.
કેશ ટ્રાન્જેક્શન પર સરકારની તીક્ષ્ણ નજર
સરકાર આ માધ્યમથી વધુમાં વધુ લોકોને ટેક્સ રેન્જમાં લાવવા માંગે છે. મોટા મોટા કેશ ટ્રાન્જેક્શન તો કરે છે પરંતુ તેમની પાસે ના તો પાન કાર્ડ અને ના તેઓ આવકવેરા રિટર્ન ભરે છે. આવા ટ્રાન્જેક્શન કરતા સમયે પાન નંબર પર ઇનકમ ટેક્સ વિભાગ સરળતાથી આવા ટ્રાન્જેક્શનની જાણકારી મેળવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે