5 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને 50000 રૂપિયાની કરો કમાણી, જાણો કઇ રીતે
લોકડાઉન (Lockdown) માં અનેક લોકોને નોકરી જવાનો ખતરો છે. ત્યાર બાદ એક મોટી ચિંતા એ પણ છે કે, લોકડાઉન બાદ ઘર કઇ રીતે ચલાવી શકશે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો ચિંતા છોડી દો. અમે તમને જણાવી રહ્યા છીએ કે એક શાનદાર બિઝનેસ પ્લાન જેના થકી તમે દર મહિને 50 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો. સૌથી સારી વાત છે કે, તેને ચાલુ કરવાનો ખર્ચ ખુબ જ ઓછો છે.
Trending Photos
નવી દિલ્હી : લોકડાઉન (Lockdown) માં અનેક લોકોને નોકરી જવાનો ખતરો છે. ત્યાર બાદ એક મોટી ચિંતા એ પણ છે કે, લોકડાઉન બાદ ઘર કઇ રીતે ચલાવી શકશે? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો ચિંતા છોડી દો. અમે તમને જણાવી રહ્યા છીએ કે એક શાનદાર બિઝનેસ પ્લાન જેના થકી તમે દર મહિને 50 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો. સૌથી સારી વાત છે કે, તેને ચાલુ કરવાનો ખર્ચ ખુબ જ ઓછો છે.
હાલમાં જ તમે સાંભળ્યું હશે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા કે રેલવે સ્ટેશન (Railway Station), बस डिपो (Bus Depot), हवाईअड्डों (Airport) और मॉल (Mall) માં પ્લાસ્ટિક કે કાગળનાં કપમાં ચા વેચવા પર પ્રતિબંધ લગાવવા જઇ રહી છે. આ તકનો લાભ ઉઠાવીને તમે કુલ્લડ બનાવવાનો શાનદાર બિઝનેસ સ્થાપી શકો છો.
સરકારી મદદ પણ મળશે
કુલ્હડનો વ્યાપાર જોવામાં ભલે નાનો લાગે પરંતુ આખા મહિનામાં તેના કારણે થનારી કમાણી તમારા હોશ ઉડાવી શકે છે. અમારી સહયોગી Zeebiz.com અનુસાર વડાપ્રધાન મોદીએ કુલ્હડનાં બિઝનેસને આગળ વધારવા માટે કુંભાર સશક્તીકરણ યોજના લાગુ કરી છે. જેના હેઠળ સરકાર કુંભારોને ઇલેક્ટ્રિક ચાક આપશે જેથી તેના થકી તે કુલ્હાડ બનાવી શકે. ત્યાર બાદ સરકાર તે કુલ્લડને સારી કિંમતે ખરીદવા પણ તૈયાર છે.
ઓછા ખર્ચે મોટી કમાણી
આ બિઝનેસમાં તમે માત્ર 5000 રૂપિયાનાં રોકાણથી ચાલુ કરી શકો છે. તેના માટે તમારે થોડી જગ્યાની જરૂર પડશે. સ્પેસ માટે પ્રોમ્પટ લોકેશન હોવું જરૂરી નથી. સરકારે વર્ષે 25 હજાર ઇલેક્ટ્રિકલ ચાક વહેંચવાનું લક્ષ્યાંક મુક્યું છે.
કેટલી થશે કમાણી
બિઝનેસ કરવાનો એ નિયમ છે કે જેટલો માલ બનાવશો તેટલી જ કમાણી થશે. આ નિયમ હેઠળ જ કુલ્લડની કિંમત મિનિમ 50 રૂપિયામાં 100 કુલ્લડ, લસ્સીનાં કુલ્લડની 150 રૂપિયામાં 100, દુધનાં કુલ્લડ પણ 150 રૂપિયામાં 100 ચાલી રહ્યો છે. ડિમાન્ડ વધવાની સ્થિતીમાં સારા ભાવ પણ મળી શકે છે.
કુલ્લડ ચાનો બિઝનેસ પણ ચાલુ કરી શકો છો
કુલ્લડની સપ્લાય સાથે તમે કુલ્લડ ચા અથવા તો કુલ્લડ દુધનો બિઝનેસ પણ ચાલુ કરી શકો છો. આ બિઝનેસ પણ 5 હજાર રૂપિયામાં ચાલુ થઇ શકે છે. કુલ્લડ ચા શહેરોમાં કિંમત 15થી 20 રૂપિયા હોય છે. દિવસમાં 1000 રૂપિયા આસપાસ બચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે