આ શેરના સતત ઘટી રહ્યા છે  ભાવ, 16 રૂપિયા સુધી જઈ શકે છે, જાણો શું છે વિગતો

આ શેરના સતત ઘટી રહ્યા છે  ભાવ, 16 રૂપિયા સુધી જઈ શકે છે, જાણો શું છે વિગતો

યસ બેંક લિમિટેડના શેરમાં સોમવારે (26 ફેબ્રુઆરીના રોજ)  કારોબારી સેશનમાં ઘટાડો ચાલુ રહ્યો. સ્ટોક 4.27 ટકા તૂટીને 25.11 રૂપિયાના દિવસના  લો પર પહોંચી ગયો. આ કિંમત પર શેર પોતાના એક વર્ષના હાઈ 32.81 રૂપિયાથી 23.47 ટકા તૂટ્યો. આ મહિનાની શરૂઆતમાં 9 ફેબ્રુઆરીએ આ જોવા મળ્યું હતું. પ્રાઈવેટ લેન્ડરે હાલમાં જ કેટલાક બલ્ક ડીલ જોયા છે. બીએસઈના બલ્ક ડીલના આંકડાથી જાણવા મળે છે કે અમેરિકા સ્થિત કાર્લાઈલ ગ્રુપ શાખા, સીએ બાસ્ક ઈન્વેસ્ટમેન્ટ્સે 27.10 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમત પર 39 કરોડ યસ બેંક શેર કે 1.35 ટકા ભાગીદારી વેચી છે. 

વિદેશી રોકાણકારોએ ખરીદ્યા 30.63 કરોડના શેર
31 ડિસેમ્બર 2023 સુધી કાર્લાઈલ ફર્મ પાસે યસ બેંકમાં 6.43 ટકા ભાગીદારી હતી. આ આંકડા હવે ઘટીને 5.08 ટકા થઈ ગઈ છે. બીએસઈના આંકડા મુજબ મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપુર) પીટીઈએ 27.10 રૂપિયા પ્રતિ પીસ હિસાબે લગભગ 30.63 કરોડ શેર ખરીદ્યા છે. ટેક્નિકલ એનાલિસ્ટે મોટા પાયે સૂચન આપ્યું કે દૈનિક  ચાર્ટ પર કાઉન્ટર 'નબળો' જોવા મળી રહ્યો છે. કાઉન્ટર પર સમર્થન 23 રૂપિયાના સ્તરની આજુબાજુ જોઈ શકાય છે. ડીઆરએસ ફિનવેસ્ટના સંસ્થાપક રવિ સિંહએ કહ્યું કે દૈનિક ચાર્ટ પર સ્ટોક નબળો જોવા મળી રહ્યો છે અને 23 રૂપિયાના સ્તર સુધી ગગડી શકે છે. પ્રતિરોધ 27 રૂપિયાની આજુબાજુ હશે. 

20 રૂપિયાનો ઘટાડા ટાર્ગેટ

પ્રભુદાસ લીલાધરના ટેક્નિકલ અનુસંધાન વિશ્લેષક શિજુ કૂથુપાલક્કલે કહ્યું કે સ્ટોકમાં પોતાના ચરમ સ્તરથી સારો સુધારો જોવા મળ્યો છે. તેમાં ભારે નફોવસુલી જોવા મળ્યો છે. તત્કાળ સમર્થન 24.60 રૂપિયાની આજુબાજુ હશે અને આગામી પ્રમુખ સમર્થન 22 રૂપિયાની આજુબાજુ છે. ટિપ્સ2ટ્રેડ્સના એઆર રામચંદ્રને કહ્યું કે યસ બેંકના શેરની કિંમત 27.35 રૂપિયા પર મજબૂત પ્રતિરોધ સાથે દૈનિક ચાર્ટ પર મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. 23 રૂપિયાના સમર્થનની નીચે દૈનિક બંધ થવાથી નજીકના સમયમાં 20 રૂપિયાનો ઘટાડા ટાર્ગેટ મળી શકે છે. 

કાઉન્ટર પર 5 દિવસ, 10, 20- દિવસ અને 30 દિવસ એસએમએથી ઓછો કારોબાર થયો. પરંતુ 50 દિવસ, 100-, 150-દિવસ, અને 200-દિવસ એસએમએથી વધુ હતો. તેનો 14-દિવસીય સાપેક્ષ શક્તિ સૂચકઆંક (આરએસઆઈ) 40.40 પર આવી ગયો. ગ્લોબલ રોકાણ ફર્મે કાઉન્ટર પર 16 રૂપિયાના ઘટાડાનો ટાર્ગેટ આપ્યો છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણ કે વેચાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ કે વેચાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news