આ ગુજરાતી ધારે તો બે મિનિટમાં ફેરવી શકે છે પડોશી દેશની પથારી! એના હાથમાં છે બધો પાવર

Adani Power Supply:  અનામતના મુદ્દે ફાટી નીકળેલી હિંસાની આગ બાંગ્લાદેશને હવે બ્લેકઆઉટ તરફ ધકેલી શકે છે. જો સ્થિતિ આવી જ રહી તો બાંગ્લાદેશની બત્તી ગુલ થઈ શકે છે.  અદાણી પાવરે બાંગ્લાદેશની વચગાળાની સરકારને વીજળી પુરવઠાની બાકી ચૂકવણી ન કરવા પર ચેતવણી આપી છે.

આ ગુજરાતી ધારે તો બે મિનિટમાં ફેરવી શકે છે પડોશી દેશની પથારી! એના હાથમાં છે બધો પાવર

Adani warn Bangladesh: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારને 500 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 4200 કરોડના લેણાં ચૂકવવા માટે જણાવ્યું છે. બાંગ્લાદેશ વિવાદ બાદ ભારત સરકારે પણ ઉર્જા સંલગ્ન કેટલાક નિયમોમાં બદલાવ કરીને અદાણીને સાચવી લીધા છે. 

તમને જણાવી દઈએ કે અદાણી પાવર બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. ઝારખંડના ગોંડા પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડવામાં આવે છે.  હિંસા બાદ બાંગ્લાદેશ સરકારે વીજળી કંપનીઓને ચૂકવણી કરી નથી. આ રકમ વધીને 4200 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે અને સતત વધી રહી છે. 

કંપનીએ કહ્યું કે પેમેન્ટને લઈને બાંગ્લાદેશ સાથે વાતચીત ચાલી રહી છે. અદાણી પાવરે સરકારને આ પેમેન્ટ ચૂકવવા કહ્યું કારણ કે બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. જો કે, અદાણી જૂથે કહ્યું છે કે વધતા નાણાકીય તણાવ છતાં તે બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો ચાલુ રાખશે.

બાંગ્લાદેશ સરકાર નથી કરી રહી ચૂકવણીમાં-
બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો. આ પછી, નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી, પરંતુ નવી સરકારે વીજળીની ચુકવણીમાં વિલંબ કર્યો. ફાયનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, બાંગ્લાદેશ સરકાર સંઘર્ષ કરી રહી છે. જ્યારે મોહમ્મદ યુનુસે શેખ હસીનાના સમયમાં થયેલા કરારોને મોંઘા ગણાવ્યા છે.

બાંગ્લાદેશ સરકારના મુખ્ય ઉર્જા સલાહકાર મુહમ્મદ ફૌજુલ કબીર ખાને પણ સ્વીકાર્યું છે કે અદાણી જૂથનું લગભગ $800 મિલિયનનું દેવું છે. ભંડોળની કટોકટીનો સામનો કરી રહેલી સરકાર અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે વિશ્વ બેંક સહિત વૈશ્વિક નાણાકીય સહાયકોની મદદ માંગી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news