Flying Bike: આવી ગઈ ઉડતી બાઈક....40 મિનિટ સુધી હવામાં ઉડાવતા રહો, બુકિંગ શરૂ, જાણો કેટલી છે કિંમત
Flying Bike: રસ્તા પર દોડનારી બાઈક હવે હવામાં ઉડતી જોવા મળે તો કેવું લાગશે તમને? સામાન્ય રીતે બાઈકને રસ્તા પર દોડાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી છે. પરંતુ ટેક્નોલોજીના આ યુગમાં હવે બાઈક હવામાં પણ ઉડવા લાગી છે. દુનિયાની પહેલવહેલી ફ્લાઈંગ બાઈક હવામાં ઉડતી જોવા મળી રહી છે. દુનિયાની પહેલી ઉડતી બાઈકે અમેરિકામાં પોતાનું ડેબ્યૂ કર્યું છે.
Trending Photos
Flying Bike: રસ્તા પર દોડનારી બાઈક હવે હવામાં ઉડતી જોવા મળે તો કેવું લાગશે તમને? સામાન્ય રીતે બાઈકને રસ્તા પર દોડાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી છે. પરંતુ ટેક્નોલોજીના આ યુગમાં હવે બાઈક હવામાં પણ ઉડવા લાગી છે. દુનિયાની પહેલવહેલી ફ્લાઈંગ બાઈક હવામાં ઉડતી જોવા મળી રહી છે. દુનિયાની પહેલી ઉડતી બાઈકે અમેરિકામાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. હવામાં ઉડતી આ બાઈક XTURISMO એક હોવરબાઈક છે. ડેટ્રોઈટ ઓટો શો 2022માં આ બાઈક હવામાં ઉડતી જોવા મળી. ત્યારબાદથી આ બાઈકના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ થઈ રહ્યા છે.
કેટલી ઝડપ?
દુનિયાની પહેલી ઉડતી બાઈક XTURISMO છે અને આ અનોખી બાઈક 40 મિનિટ સુધી હવામાં ઉડવા માટે સક્ષમ છે. જો તેની સ્પીડની વાત કરીએ તો તેની ઝડપ 62mph (62 miles per hour) સુધી પહોંચી શકે છે. અધિકૃત રીતે ઓક્ટોબર 2021માં તેને રજૂ કરાઈ હતી. પહેલીવાર અમેરિકામાં જોવા મળેલી આ બાઈકને 'ડાર્ક સાઈડ માટે લેન્ડ સ્પીડર' એવું નામ અપાયું છે.
This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm
— Reuters (@Reuters) September 16, 2022
બાઈકની કિંમત
હવામાં ઉડનારી આ દુનિયાની પહેલવહેલી બાઈક XTURISMO ને જાપાનની AERWINS Technologies એ ડેવલપ કરી છે. આ કંપની એર મોબિલિટી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીએ જાપાનમાં જ XTURISMO ને તૈયાર કરી છે. એરવિન્સ ટેક્નોલોજીઝના સંસ્થાપક, ડાઈરેક્ટર શુહેઈ કોમાત્સુએ આશા વ્યક્ત કરી છે કે 2023 સુધીમાં તેને અમેરિકી બજારમાં લોન્ચ કરાશે. જો XTURISMO ની કિંમતની વાત કરીએ તો હાલ તે $777,000 (6 crore કરતા વધુ) માં વેચાઈ રહી છે.
આ પ્રકારની છે ડિઝાઈન
બાઈકના ફ્યૂચરિસ્ટિક ડિઝાઈનને છેલ્લા બે વર્ષથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાઈડરને સુરક્ષિત રાખવા માટે તેમાં અનેક પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે. હાલ આ સિંગલ રાઈડર બાઈક છે. XTURISMO ની ડિઝાઈનની વાત કરીએ તો તેનું બોડી બાઈક જેવું દેખાય છે. આ સાથે જ તે હેલિકોપ્ટરની જેમ જ જમીનની સપાટીથી હવામાં ઉડાણ ભરે છે. સેફ લેન્ડિંગ માટે સ્કિડ લગાવવામાં આવી છે.
ખરીદવા માટે કરવું પડશે આ કામ
હવામાં ઉડનારી આ પહેલવહેલી બાઈક XTURISMO ને AERWINS Technologies ની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓર્ડર કરી શકાય છે. હાલ તે લિમિટેડ એડિશનમાં ઉપલબ્ધ છે. આ બાઈક ત્રણ કલર રેડ, બ્લ્યૂ અને બ્લેકમાં મળશે. તેને ખરીદવા માટે ભારતીય કરન્સીમાં કિંમત જોઈએ તો આશરે 6 કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે