કોરોના સામેની જંગમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ, 1125 કરોડ ખર્ચ કરશે

કોરોના વાયરસ સામે આખી દુનિયા લડત લડી રહી છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ખેલ તથા મનોરંજન જગતના લોકોએ આ વાયરસને માત આપવા માટે પોત પોતાની રીતે ખુલ્લા મને દાન કર્યું છે. હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે અને તે છે આઈટી કંપની વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું.

કોરોના સામેની જંગમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ, 1125 કરોડ ખર્ચ કરશે

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે આખી દુનિયા લડત લડી રહી છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ખેલ તથા મનોરંજન જગતના લોકોએ આ વાયરસને માત આપવા માટે પોત પોતાની રીતે ખુલ્લા મને દાન કર્યું છે. હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે અને તે છે આઈટી કંપની વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું. બંનેએ મળીને કોરોના સામે જંગમાં 1125 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. જો કે આ પૈસા પીએમ કેર્સ હેઠળ નહીં અપાય. અજીમ પ્રેમજીનું નામ આમ પણ દુનિયાના દાનવીરોમાં સામેલ છે. 

વિપ્રો તરફથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ વિપ્રો લિમિટેડ વિપ્રો એન્ટરપ્રાઈઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી રહ્યાં છે. તેમાં મોટો ફાળો પ્રેમજી ફાઉન્ડેશનનો રહેશે. 1125 કરોડ રૂપિયાની આ રકમમાંથી વિપ્રો લિમિટેડ 100 કરોડ રૂપિયા આપશે, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ 25 કરોડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન 1000 કરોડ રૂપિયાનું દાન કરશે. 

આ રકમ વિપ્રોની વાર્ષિક સીએએસઆર રકમથી અલગ છે અને આ સાથે જ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરીટી ખર્ચ કરતા અલગ છે. વિપ્રો ગ્રુપે કહ્યું કે કોવિડ-19થી પેદા થયેલા અભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને માનવીય સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પૈસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ, સ્વાસ્થ્ય સુવિધાઓ વગેરે પર ખર્ચ કરાશે. જેને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 એમ્પ્લોઈઝની ટીમ દ્વારા લાગુ કરાશે. 

— ANI (@ANI) April 1, 2020

હાલમાં જ પ્રેમજી ફાઉન્ડેશ દ્વારા કોવિડ19 માટે 50 હજાર કરોડના દાનના અહેવાલો વાયરલ થયા હતાં પરંતુ તે ખોટા હતાં તે ખબર 2019ના એક દાન સંલગ્ન હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news