1 April 2024: દૂધ-ખાંડ, સોના-ચાંદી, ટામેટા-બટાકા.. જાણો 1 વર્ષમાં કેટલા વધ્યા ભાવ

Costlier and Cheaper in FY 2023-24: નાણાકીય વર્ષ 2023-24  પુરૂ થઇ ગયું છે, પરંતુ ગત વર્ષમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. ઘણી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે, તો બીજી તરફ ઘણી વસ્તુઓના ભાવ ઘટ્યા છે. 
 

1 April 2024: દૂધ-ખાંડ, સોના-ચાંદી, ટામેટા-બટાકા..  જાણો 1 વર્ષમાં કેટલા વધ્યા ભાવ

Financial year 2025: નાણાકીય વર્ષ 2023-24 પુરૂ થઇ ગયું છે, પરંતુ ગત વર્ષમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. ઘણી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઘણી વસ્તુઓના ભાવ ઘટ્યા છે. આ દરમિયાન ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો થયો છે. તો બીજી તરફ ગોલ્ડના ભાવમાં 7501 રૂપિયાની તેજી જોવા મળી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 

આવો આજે અમે તમને જણાવીએ કે ગત એક વર્ષમાં શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે.. 

2 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ
1 એપ્રિલ 2023ના રોજ પેટ્રોલની કિંમત 96 રૂપિયા હતી. તે જ સમયે, 1 એપ્રિલ, 2024 ના રોજ પેટ્રોલની કિંમત 94 રૂપિયા છે. ગત નાણાકીય વર્ષમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ડીઝલ 2 રૂપિયા પ્રતિ લીટર થયું સસ્તું
1 એપ્રિલ 2023ના રોજ ડીઝલની કિંમત 89 રૂપિયા હતી. તે જ સમયે, 1 એપ્રિલ, 2024 ના રોજ પેટ્રોલની કિંમત 87 રૂપિયા છે. ગત નાણાકીય વર્ષમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર 233 રૂપિયા થયો સસ્તો
1 એપ્રિલ 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2028 રૂપિયા હતી. તે જ સમયે, 1 એપ્રિલ, 2024 ના રોજ, કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1795 રૂપિયા છે. ગત નાણાકીય વર્ષમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 233 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઘરેલું ગેસ સિલિન્ડર 300 રૂપિયા થયો સસ્તો
1 એપ્રિલ 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. તે જ સમયે, 1 એપ્રિલ, 2024 ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે. પાછલા નાણાકીય વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે.

તુવેર દાળ 33 રૂપિયા થઇ મોંઘી 
1 એપ્રિલ, 2023ના રોજ તુવેર દાળની કિંમત 115 રૂપિયા પ્રતિ કિલો અને 31 માર્ચ, 2024ના રોજ તેની કિંમત 148 રૂપિયા પ્રતિ કિલો હતી. તે મુજબ તુવેર દાળના ભાવમાં 33 રૂપિયાનો વધારો થયો છે.

બટાકા-ટામેટા થયા મોંઘા
બટાકાના ભાવમાં 5 રૂપિયા અને ટામેતાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલ 2023 ના રોજ બટાકાની કિંમત 18 રૂપિયા અને ટામેટાની કિંમત 22 રૂપિયા હતી. તો બીજી તરફ ટામેટાના ભાવ 32 રૂપિયા અને 23 રૂપિયા પ્રતિ કિલો છે. 

દૂધ-ખાંડ થયા 3 રૂપિયા મોંઘા
દૂધ અને ખાંડના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલ 2023 ના રોજ દૂધની કિંમત 56 રૂપિયા પ્રતિ લીટર અને ખાંડ 41 રૂપિયા લીટર હતી. તો બીજી તરફ આ કિંમત ક્રમશ: 59 અને 44 રૂપિયા છે. 

ગોલ્ડ-સિલ્વર થયું મોંઘું
ગત એક વર્ષમાં સોનાના ભાવમાં 7501 રૂપિયાની તેજી જોવા મળી છે. આ ઉપરાંત ચાંદી પણ 2545 રૂપિયા મોંઘી થઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news